Tags » Gujarat News

Latest 2015 Gujarat News अब अहमदाबाद से सरायरोहिल्ला @ एसी

अजमेर  News अब अहमदाबाद से सरायरोहिल्ला @ एसी 2015 :- अजमेर  गर्मी की छुट्टियों में यात्री भार और लंबी वेटिंग लिस्ट को देखते हुए अहमदाबाद-दिल्ली सरायरोहिल्ला के बीच स्पेशल एसी प्रीमियम ट्रेन चलेगी। सप्ताह में तीन दिन चलने वाली यह ट्रेन अजमेर से संचालित होगी और दोनों तरफ से छह -छह फेरे लगाएगी।

अजमेर से होकर चलेगी
ट्रेन नंबर 09417 अहमदाबाद-दिल्ली सरायरोहिल्ला एसी सुपरफास्ट प्रीमियम ट्रेन शुक्रवार से 14 अप्रेल तक अहमदाबाद से प्रत्येक शुक्रवार, रविवार और मंगलवार को

સુરત હીરા ચોરીઃ પિતાએ કહ્યું 'મારા દીકરા ભાવેશને જાનથી મારી નાખજો'

 

સુરતઃ એસઆરકે ડાયમંડ કંપનીમાંથી 825 કેમેરા અને 30 કર્મચારીની નજર ચૂકવીને માત્ર ત્રણ મિનિટમાં રૂ. 3 કરોડના હીરા ચોરી કરનારા સાગર કપૂરિયા અને તેના બે સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે વધુ ત્રણ આરોપીઓને પોલીસ શોધી રહી છે. જેમાંથી સાગરનો સાથીદાર ભાવેશના પિતા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામમા બાંધેલા ઘરની લોનના રૂપિયા ચુકવવાના હોવાથી પુત્ર ભાવેશને સુરત કમાવવા માટે મોકલ્યો હતો. સુરત આવ્યા બાદ ભાવેશ હીરાના કારખાનામાં કામ શીખ્યો હતો. જો કે બાદમાં તેને ક્યાંય નોકરી ન મળતાં છેલ્લા છ મહિનાથી રખડતું જીવન ગુજારતો હતો. ભાવેશે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની જાણ થતા જ પિતા જયંતિભાઇ ચોંકી ઉઠ્યા હતા. પોતાના પુત્રના કારસ્તાન આખેઆખા ગામમાં ચર્ચાનો વિષય બનતા જયંતિભાઇએ સુરત તેમના સંબધીને ‘‘ભાવેશને જાનથી મારી નાંખજો’’ કહી ફોન મુકી દીધો હતો.

એસઆરકે કંપનીમાં દરરોજ કરોડો રૂપિયાના હીરાની ડીલીવરી કરનાર સાગર કપૂરીયાએ જ રફ ઉઠાંતરીનો પ્લાન બનાવ્યો હતો. સાગર આ રફનું વેચાણ કરવા અંગે કંઈ જાણતો ન હોવાથી તેણે તેની સાથે હર્ષદ અને ભાવેશ સહિતનાને સાથે રાખ્યા હતાં. સાગરને અંદાજ હતો કે, તેને કરોડો રૂપિયાના હીરા હાથ લાગશે.

Read more…

Gujarat News

અ'વાદઃ પૂર્વ પ્રેમિકાનો ફોટો FB પર મુક્યો પણ કાઢતા ન આવડ્યું, ઝડપાયો યુવક

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં રહેતો એક યુવકને શોધવા માટે પોલીસ તેના ઘરે પહોંચી હતી. યુવક કઈ વિચારે તે પહેલા તો તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. યુવકને પણ ખબર નહોતી કે આખરે તેને ગુનો શું કર્યો છે. જોકે, પોલીસે પૂછપરછ કરતા તેને ખબર પડીને અઠવાડિયા પહેલા તેણે ફેસબુક પર યુવતીનો ફોટો મુક્યો હતો. જેને કારણે તે મુશ્કેલીમાં મુકાયો છે. પોલીસની પૂછપરછમાં યુવકે આપેલા જવાબથી હાજર પોલીસ જવાનો પણ હસી પડ્યા હતા. યુવકે કહ્યું હતું કે, ‘સાહેબ મને ફેસબુક પર ફોટા મુકતા આવડે છે,પણ કાઢતા નથી આવડતું,  ફોટો નીકળ્યો નહીં અને તમને મને પકડી લીધો.’

ફેસબુક પર ફોટો ફરતા થતા યુવતીના પિતા ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે તપાસ કરતા યુવતી સાથે ફોટામાં એક યુવક પણ હતો. જેને પગલે ફેસબુક એકાઉન્ટ અને ફોટાના આધારે યુવકને પકડી લવાયો હતો. પોલીસ સામેની રજૂઆતમાં યુવકે કહ્યું હતુ કે, તે અને યુવતી એકબીજાના પ્રેમમાં હતા અને એક વર્ષ પહેલા અમારા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતુ.

Read more…..

Ahmedabad News In Gujrat

મોદી દરિયા વચ્ચે ઉછળતાં 'છોટા ભારત'માં, મોરેશિયસ સાચા દિલથી ચાહે છે બાપુને

અમદાવાદ: શહેરના એસ.જી. હાઈવે પર ગુરૂવારે વહેલી સવારે સાડા છ વાગ્યે હાઈકોર્ટ નજીક સોલા બ્રિજ પાસે થયેલા એક વિચિત્ર અકસ્માતમાં કન્ટેનર લઈને જતો ટ્રક કાર પર ચડી જતા ડ્રાઈવરને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર સોલા બ્રિજ નજીક વહેલી સવારે કન્ટેનર લઈને જતા મહાકાય ટ્રકના ચાલકે કેમ્બ્વે સર્કલ પાસે કાબૂ ગુમાવતા તે સર્વિસ રોડ પર ચડી ગયો હતો જ્યાંથી પસાર થતી કાર પર તે પડતા ભયાવહ દ્રશ્યો સર્જાયાં હતાં. આ ઘટના પહેલી નજરે જોનારાને એમ જ લાગે કે કારચાલક કચડાઈ ગયો હશે અને જીવતો નહીં બચ્યો હોય પરંતુ કારચાલકનો જીવ બચી ગયો હતો.

કારમાં સવાર વિજાપુરના ઉપલેખાના રહેવાસ રાજુભાઈ આત્મારામ પટેલ(ઉ.વ.41)ને વેદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. વહેલી સવારે વાહનો ઓછા હોવાથી મોટો બનાવ ટળ્યો છે. જો ભારે ટ્રાફિક દરમિયાન દિવસના સમયે આ ઘટના ઘટી હોય તો તેની ભયાનકતા વધુ હોત.

Read More……

Gujarat News

બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ, સ્વાઇન ફ્લૂ માસ્ક અને કપૂરથી છાત્રોનું સ્વાગત

રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજકોટના 1.08 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા દેવા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક અને ગુલાબના ફૂલ આપી આવકારવામાં આવ્યા હતા. તેમજ શહેરમાં સ્વાઇન ફ્લૂને લઇને મોટાભાગની શાળાઓમાં રક્ષણ માટે વિદ્યાર્થીઓને માસ્ક પહેરાવવામાં આવી રહ્યા છે. તેમજ કપૂરની ગોળીઓ આપવામાં આવી રહી છે. શહેરની શાળાઓમાં મેળાવડો જામ્યો હોય તેમ આજે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હતા.

તેમજ વિકલાંગ અને અંધ વિદ્યાર્થીઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારથી પરીક્ષા કેન્દ્રો પર ઉમટી રહેલા છાત્રોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેમજ પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થઇ ગયો છે.

Related

Read more….

Gujarat News

હોળીના પર્વને માણવુ હોય તો જઇએ કુદરતાના ખોળે, વિશિષ્ટ પરંપરા

આહવા: સહયાદ્રીની ગિરીમાળામાં આવેલો ડાંગ જીલ્લો પોતાની પારંપરિક સંસ્કૃતિ ધરાવે છે. અહીં ના વનવાસી લોકો હોળીના પવિત્ર તહેવારોને પોતાનો સૌથી મોટો તહેવાર માને છે. ગામડાઓમાં હોળીના પવિત્ર પર્વને વિશિષ્ટ રીતે ઉજવવાની પરંપરા હજુપણ અકબંધ છે.

Gujarat News