Tags » Colours

Brand New Blog

I know, I know it’s been a while since my last blog. But now I’m back and I’ll certainly try to blog a bit more often! 77 more words

રંગોનું વિશ્લેષણ- રંગોનું મહત્વ

રંગોનું વિશ્લેષણ- રંગોનું મહત્વ

વાસ્તુ અનુસાર તમારા આસપાસના વાતાવરણની વાસ્તવિક અસર તમારા જીવનની ગુણવત્તા પર   થાય છે. સજાવટ માટેની પસંદગી જેમ કે ચિત્રો , દીવાલ પરના રંગો, ફર્નીચરની શૈલી , ફૂર્નીચરની  ગોઠવણ વગેરે તમારા આરામદાયક અથવા તો તનાવકારક વાતાવરણ નું કારણ બની શકે છે.

વાતાવરણમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ માટે વિવિધ  રંગો, ચિત્રો કે  વસ્તુઓનું  વાસ્તુશાસ્ત્રમાં  અનેરું મહત્વ છે.

આપણે રંગોથી સતત ઘેરાયેલા રહીએ છીએ અને તેનો  સીધો પ્રભાવ આપણી કાર્યક્ષમતા પડે છે.  જયારે તમે નૈસર્ગિક વાતાવરણમાં જાવ છો ત્યારે તમે પરમ શાંતિ અનુભવો છો કારણકે ત્યાં રંગો નું અનેરું સંતુલન હોય છે. પણ જયારે તમે કોઈ અંધારા ગલીયારામાં પસાર થાવ છો ત્યારે તમે એકલતા અનુભવો છો કારણકે ત્યાં રંગો નું કોઈ અસ્તિત્વ જ  નથી. યોગ્ય  રંગોના  ઉપયોગ દ્વારા તમે નકારાત્મક ઉર્જા નો  પ્રવાહ   બંદ કરી શકો છો.

શું તમે ક્યારે પણ તેવા ઘરમાં ગયા છો કે જેમાં પીળા કલરનું રંગકામ કરેલું હોય અને પ્રવેશતાની   સાથે તમને રિલેક્ષ જેવું લાગ્યું હોય. તેવી  જ રીતે ગ્રે કે મરુન રંગો વાળા વાતાવરણમાં તમને આનાથી તદ્દન વિરુદ્ધ અનુભવ થશે . આને તમે રંગો નો પ્રભાવ કહી શકો છો.  પ્રત્યેક રંગ તમારા  મનોભાવ , વ્યક્તિત્વ, લાગણીઓ અને શારીરિક ઉર્જા પર સીધી અસર કરે છે. ઇન્દ્રધનુષનો  પ્રત્યેક રંગ જુદા જુદા તરંગો અને સ્પંદનો પેદા કરે છે. કેટલાક રંગો તીવ્ર ગતિ તો કેટલાક મંદ ગતિ થી અસર કરે છે. યોગ્ય રંગનો  યોગ્ય દિશામાં પ્રયોગ કરવાથી વાતાવરણમાં  બદલવા લાવી શકાય છે. કુદરતી પ્રકાશના સાત રંગો માનવીય શરીર માં આવેલા કોષોને કાર્યક્ષમ રાખે છે તેમજ  તેની વૃદ્ધિમાં મદદરૂપ બને છે. જયારે જયારે આપને જુદા જુદા રંગોના સંપર્ક માં આવીએ છીએ ત્યારે તેના સ્પંદનોનો આપના ઉપર શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસર પડે છે.

વાસ્તુ પ્રમાણે  દરેક રૂમ ની દિશા પ્રમાણે રંગોનું ચયન કરી શકાય છે.

લિવિંગ રૂમના  વાતાવરણને  આવકારદાયક અને આહલાદક રાખવા માટે ગોલ્ડન અથવા પીળો કલર સાનુકુળ ગણાય.

માસ્ટર બેડરૂમ માટે પીંક, પર્પલ કે લાઈટ પીળો યોગ્ય કહેવાય.

રસોડામાં લીલો, ચેરી કે લેમન જેવા પોષણકારક રંગોનું ચયન લાભકારી રહેશે.

બાળકોના રૂમમાં ગતિદાયક રંગો જેમ કે ઓરેન્જ, રોયલ બ્લુ, પીળો કે લીલોનો ઉપયોગ લાભકારી રહે છે.

બાથરૂમ માટે ક્રિમ, આઈવરી , પિસ્તા કે લાઈટ પીળો ક્લર વાપરી શકાય.

અહિયાં યાદ રાખવું કે કયો રૂમ કઈ દિશા માં છે અને તે પ્રમાણે રંગોનો ઉપયોગ કરવો.

કેટલાક રંગો જેવા કે ગ્રે, કાળો , મરૂન , લાલ વગેરેનો અમુક દિશામાં કે રૂમમાં પ્રયોગ કરવાથી નુકસાન થઇ શકે છે.

વાસ્તુ સલાહકારની સુચના પ્રમાણે રંગકામ કરાવવું.

નિતિન પરમાર

વાસ્તુ સલાહકાર

૯૮૨૧૩૪૦૮૯૮ -મુંબઈ

www.vastuplus.com

Vastu Articles

Chaotic Colours

The moment when the wave

Neither rises or falls

That’s where I was

And the shoreline no longer revealed

It’s monstrous teeth

And the sky exploded with… 206 more words

Photos, Rebirth

I’m sorry I’ve been away for so long. Hopefully I can start doing these again.

Ice blue.

~ Viki.

Quantumandquartz

Yummy Chakra Colours

This morning I opened the fridge and chose Strawberries and Cranberry juice for breakfast. With the first juicy bite a wave of inspiration flooded into my awareness and I realised I was consuming red things first thing and every time I have cleared my chakras I’ve always started with red. 252 more words