ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 33)
આપ જાણો છો કે મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ 1922માં સિનેમા નિર્માણ ક્ષેત્રે શ્રીગણેશ કર્યા.
સ્ટારની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ.’
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે ‘વીર અભિમન્યુ’ને ભવ્ય ઐતિહાસિક ફિલ્મ તરીકે પેશ કરવા માગતા હતા. ફિલ્મ ખર્ચાળ પણ ભવ્ય બને તે માટે સ્ટારના ભાગીદારો સજ્જ હતાતેમણે પોતાની પ્રથમ ફિલ્મ માટે તે મૂંગી ફિલ્મોના જમાનામાં અધ...ધ....ધ કહેવાય તેવું એક લાખ રૂપિયાનું બજેટ રાખ્યું.
વાર્તાકાર મોહનલાલ દવેને રસભરી સ્ક્રીપ્ટ તૈયાર કરવાનું સોંપ્યું.
ફિલ્મનું દિગ્દર્શન મણિલાલ જોશી નામના ગુજરાતીને સોંપ્યું. “અનન્યા”ના મારા મિત્રો! ઈરાની-દવેએ ફિલ્મ માટે કલાકારો પસંદ કરવામાં પણ કસર ન છોડી. ભગવાન શ્રીકૃષ્ણના પાત્ર માટે મદનરાય વકીલ નામના જાણીતા ગુજરાતી કલાકારની વરણી થઈ. દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે સચીન સ્ટેટના નવાબી કુટુંબનાં ફાતિમા બેગમ (ફાતમા બેગમ)ની સુભદ્રાના પાત્રમાં અને તેમનાં પુત્રી સુલતાનાની ઉત્તરાના પાત્રમાં પસંદગી થઈ. ફિલ્મમાં અભિમન્યુનું  મુખ્ય પાત્ર ફિલ્મ ડાયરેકટર મણિલાલ જોશીએ સ્વયં ભજવ્યું હતું.
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે પૌરાણિક કથાની ભવ્યતાને પડદા પર દર્શાવવા ઇચ્છતા હતા. મને યાદ છે, મિત્રો! તેમણે સેંકડોની સંખ્યામાં એક્સટ્રા કલાકારો એકત્ર કર્યા હતા. એક અંદાજ પ્રમાણે ‘વીર અભિમન્યુ’માં પાંચ હજાર એક્સટ્રા કલાકારો હતા.
‘વીર અભિમન્યુ’ ફિલ્મથી અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્ષન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’નું નામ ગાજવા લાગ્યું.
*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 33) * * અનન્યા/080614/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *
“મધુસંચય” પર મારી લેખમાળા ‘બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત’ ના એક લેખમાં મેં બ્લોગ્સ પરની કોમેન્ટની અગત્ય સમજાવી હતી.   આપણે સામાન્ય રીતે કોમેન્ટ લખવાનો વિવેક દર્શાવવા કે ફરજ બજાવવા કે સમયના અભાવે “સુંદર માહિતી”, “સુંદર પોસ્ટ”, “વાંચવાની મઝા આવી”, “Thanks  for information” લખીને છૂટી જતા હોઇએ છીએ.
ગયા સપ્તાહે ગુજરાતી બ્લોગ્સની મુલાકાત લેતાં લેતાં એક બ્લોગ પર ડો. વિવેકભાઈ ટેઇલરની અર્થપૂર્ણ, લક્ષ્યવેધી, માર્મિક કોમેન્ટ નજરે ચઢી. દરેક સાહિત્યચાહક મિત્રે વાંચવા જેવી અને મનન કરવા જેવી કોમેન્ટ છે. ગુજરાતી નેટ પર કોમેન્ટ લખવા ઇચ્છતા દરેક  નવાગંતુકને આ કોમેન્ટ આદર્શરૂપ અને પ્રેરણારૂપ બને તેમ હું ઇચ્છું છું. તેથી તે બ્લોગર મિત્ર અને મારા અંગત મિત્ર  વિવેકની દરિયાવદિલ મંજૂરીની અપેક્ષાએ  આપ સમક્ષ તે કોમેન્ટ ડો. વિવેકના મૂળ શબ્દોમાં જ રજૂ કરું છું.
“પ્રિય મિત્ર રાજીવ,
આ એક ખૂબ જ સરસ શરૂઆત છે. ખૂબ ખૂબ અભિનંદન…ગાલિબ વિશે વેબ-સાઈટ બનાવવાનું મારૂં પણ એક સ્વપ્ન છે. પણ એક વણમાંગી સલાહ જરૂર આપીશ. ગઝલો સાંભળીને ટાઈપ કરવામાં કવિને આપણે જે અન્યાય કરી બેસીએ છીએ એ અક્ષમ્ય ગણાય. અહીં આપણે અજ્ઞાન નહીં, જ્ઞાન વહેંચવા બેઠા છીએ એટલે જોડણીની ભૂલોને બાદ કરતાં, શબ્દોની ભૂલો થાય એ ચલાવી ન જ લેવું જોઈએ. આ ગઝલમાં કુલ દસ શેર છે જેમાંથી માત્ર અડધા અહીં હાજર છે. દરેક કાફિયામાં શબ્દાંતે દીર્ઘ ઊ છે એના બદલે આપે હ્રસ્વ ઉ થી કામ ચલાવ્યું છે, જેમ કે तू, गुफ़्तगू, लहू, रफ़ू, जुस्तजू વગેરે. ઉર્દૂમાં સામાન્યરીતે कि લખવાનો રિવાજ છે, જ્યારે આપે के થી કામ ચલાવ્યું છે. चिपक रहा है बदन पर लहू से पैराहन માં આપે શ્રવણક્ષતિના કારણે टिपक થી શરૂઆત કરી છે. कुरेदते हो जो अब राख માં રા પછીનો ख જ રહી ગયો છે. रही ना ताकते-गुफ़्तार और अगर માં लगर લખાઈ ગયું છે. વળી જ્યાં फ़ હોવો જોઈએ ત્યાં બધે फ થી કામ ચલાવ્યું છે. એટલે આ ગઝલનો મક્તો મારે ગાલિબ તરફથી વકાલતના તૌર પર કહેવો પડે છે:
हुआ है शह का मुसाहिब, फिरे है इतराता
वगर्ना शहरमें ‘गालिब’की आबरु क्या है….”
(રાજીવભાઈ અને વિવેકભાઈ પ્રત્યે આભારની લાગણી સાથે.... )
* * * અનન્યા/080614/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *
* સુનીલ મિત્તલની ભારતની આગેવાન ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં વિશ્વની પ્રમુખ કંપનીઓ સાથે તાલ મિલાવી રહી છે. ભારતી એરટેલ ભારત અને યુરોપ વચ્ચે હાઇ બેંડવિડ્થ ઓપ્ટિકલ ફાઇબર ગેઇટવેના નિર્માણમાં સહયોગ આપશે. આ ભગીરથ કાર્યમાં એટીટી (યુએસએ) અને બીટી ગૃપ (યુકે) જેવી જાયંટ મલ્ટીનેશનલ કંપનીઓ સાથે ભારતી એરટેલ જોડાશે. * * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* ભારતીય ટેલિવિઝન પર અગ્રણી ટીવી ચેનલોમાં પ્રણય રોય (પ્રન્નોય રોય) નું એનડીટીવી ગ્રુપ આગલી હરોળમાં છે. પ્રણય રોય – રાધિકા રોયના એનડીટીવી NDTV ગ્રુપની એનડીટીવી ઇમેજીન (NDTV Imagine) ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝુકાવી રહી છે. હોમ વિડિયો તથા થિયેટર બંને સેગ્મેન્ટ માટે એનડીટીવી ફિલ્મો  બનાવશે તેવું મનાય છે. ભારતમાં બાળકો માટેની ટીવી ચેનલ્સમાં સ્પર્ધા વધી રહી છે. હંગામા ટીવી, પોગો અને કાર્ટૂન નેટ વર્ક સામે વાયાકોમ 18ની નિકોલડીઓનનો ગ્રોથ રેટ સારો રહ્યો છે. * *
*  યુનાટેડ નેશન્સ (UN – United Nations) ના નેજા નીચે ગયા વર્ષે વિશ્વના પર્યાવરણના સંરક્ષણ માટે ‘Caring for the Climate’  મુવમેન્ટ શરૂ કરાઈ છે. તેમાં વિશ્વના 200થી મોટા ઉદ્યોગોએ ભાગ લીધો છે. ભારતમાંથી ટાટા સ્ટીલ (ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ) અને ઓએનજીસી બે કંપનીઓએ તેમાં સહયોગ માટે જાહેરાત કરી છે. બંને કંપનીઓ પ્રતિ વર્ષ પોતાના કાર્બન એમિશનના આંકડા જાહેર કરશે. * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* યુએસએ (યુનાટેડ સ્ટેટસ ઓફ અમેરિકા –  USA) ની સબ-પ્રાઈમ ક્રાઇસિસનાં પરિણામો  હજી ‘આફ્ટર-શોક્સ’  આપી રહ્યાં છે. સબ-પ્રાઈમ ક્રાઇસિસને લીધે અમેરિકન બેંકિંગ ઇંડસ્ટ્રી અને ફાઇનાંશિયલ કંપનીઓએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
અમેરિકા  સ્થિત યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇ એમ એફ – IMF)ના અંદાજ પ્રમાણે અમેરિકન અર્થવ્યવસ્થાને નુકશાન એક ટ્રીલિયન ડોલર જેટલું છે. જો કે બીજી કેટલીક સંસ્થાઓ આ નુકશાન 400 બિલિયન ડોલર સુધી આંકે છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં મેરિલ લિંચ દ્વારા 200 મિલિયન ડોલરથી પણ વધુ નુકશાનનો અંદાજ છે. * * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
આજકાલ
ક્રુડ ઓઇલ – પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થાઓનાં સંતુલન બગડતાં જાય છે. દેશ દેશનાં આર્થિક – વાણિજ્ય વ્યવહારોની સમસ્યાઓ વધતી જાય છે.
ગઈ કાલની દુનિયા સંપૂર્ણપણે પેટ્રોલિયમ પ્રોડક્ટસના જોરે દોડતી હતી.
આજે બિનપ્રણાલીગત ઊર્જાસ્રોત તરફ ઝોક વધ્યો છે. ભારતમાં એનર્જીની જરૂરત કૂદકે અને ભૂસકે વધતી જાય છે. ઇલેક્ટ્રીસિટી – વિદ્યુત ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે. આ સંજોગોમાં ભારત સરકાર વૈકલ્પિક ઊર્જા સ્રોતો (Alternate Sources of energy) પર વિચારી રહી છે.
પવન ઊર્જા  (Wind energy)  તથા સૌર ઊર્જા (Solar energy) ભારત જેવા દેશ માટે ઉત્તમ ઊર્જા સ્રોતો છે. વિંડ એનર્જી પાવરના ક્ષેત્રે ગુજરાતી ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતીની સુઝલોન જેવી ખાનગી કંપની વિકસી રહી છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
સૌર ઊર્જા માટે ભારતમાં ઘણો સ્કોપ છે. ભારત સરકારે સેમી કંડકટર ઉત્પાદન તથા તેને સંલગ્ન ઉદ્યોગો અને સોલર સેલ ફેબ્રિકેશન યુનિટસને મોટી આર્થિક સહાય સહિતનાં આકર્ષક પેકેજ જાહેર કર્યાં છે. ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં વર્ષ દરમ્યાન 2300 થી 3000 કલાક સૌર ઊર્જા પ્રાપ્ત કરી શકાય તેવો સૂર્યપ્રકાશ ઉપલબ્ધ હોય છે. વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં ઊર્જા ક્ષેત્રોમાં આવી રહી છે. અમેરિકાની કેલિફોર્નિયાની Signet Solar ભારતમાં ફોટોવોલ્ટેઈક ક્ષેત્રે આઠસો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. ફોટોવોલ્ટેઈક યુનિટ્સના ઉત્પાદનમાં મોઝર બેર Moser Baer પણ જંગી રોકાણ કરી રહી છે. નેનોટેક સિલિકોન ઇન્ડિયાનું પણ આશરે આઠસો કરોડ રૂપિયાના રોકાણનું આયોજન છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ સેમીકંડકટર તેમજ ફોટોવોલ્ટેઈક સંલગ્ન વિવિધ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના જંગી રોકાણ માટે આયોજન કરી રહી છે. * * * અનન્યા/080614/ આજકાલ /હરીશ દવે/ Ananyaa/ * * *
સામાન્યજ્ઞાન
ભારતના ઇતિહાસમાં દિલ્હી અને પાણીપતનું મહત્વ ઘણું રહ્યું છે. ભારતીય તવારીખમાં પાણીપતનાં ત્રણ યુદ્ધોએ હિંદુસ્તાનની તકદીર રેખાઓ પલટી છે.
1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું. તેમાં ઇબ્રાહીમ લોદીની હાર થઈ; મોગલ સમ્રાટ બાબરની જીત સાથે હિંદુસ્તાનમાં મોગલ સામ્રાજ્યની સ્થાપના થઈ.
1556માં પાણીપતનું બીજું યુદ્ધ હેમુ અને અકબર વચ્ચે થયું. તેમાં મોગલ સમ્રાટ અકબરની જીત થતાં હિંદુસ્તાનમાં અકબરના શકવર્તી શાસનનો આરંભ થયો.
1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ અહમદશાહ અબદાલી અને મરાઠી પેશ્વા બાલાજી બાજીરાવ વચ્ચે થયું. તેમાં પેશ્વાની હાર થતાં મરાઠા શાસનનો અંત આવ્યો.
ગુજરાતી-અંગ્રેજી
અંગ્રેજી ભાષામાં એક મૂળ Rect / Recti છે. તેનો અર્થ થાય છે Straight અથવા Right. તેનાં પરથી બનતાં શબ્દોના અર્થ જાતે જ સમજી શકાય તેવા છે.
Rectangle એટલે Right-angled parallelogram.
Rectilinear  એટલે Formed by a straight line.
Rectify એટલે To set right, to correct an error.
Direct  એટલે To show the way, to guide.
સાહિત્યસર્જનને અર્થપૂર્ણ પ્રતિભાવોની અપેક્ષા હોય છે, ભલે અભિવ્યક્તિનું માધ્યમ કોઇ પણ હોય.
ગુજરાતી બ્લોગિંગનું ધોરણ સુધારવા વાચકો પ્રતિભાવો દ્વારા શું ફાળો આપી શકે? ગુજરાતી બ્લોગ્સ પર કોમેન્ટસનું મહત્વ શું? સચોટ અને અર્થસૂચક કોમેન્ટ કોને કહેવાય? આ પ્રશ્નોનું મહત્વ આપ સમજી શકો છો.
“અનન્યા”ના આજના અંકમાં તે સંદર્ભે ‘ગુજરાતી નેટ જગત’ના પૃષ્ઠ પર ડો. વિવેક ટેઇલરની એક રચનાત્મક કોમેન્ટને બિરદાવી છે. * * * અનન્યા/080614/હરીશ દવે/ Ananyaa/ * * *
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામ્રાજ્યના કર્ણધાર મુકેશ અંબાણી પોતાના પરિવાર માટે મુંબઈમાં ભવ્ય નિવાસસ્થાન બનાવી રહ્યા છે.
હાલમાં અંબાણી પરિવાર મુંબઈમાં વૈભવી કફ પરેડ વિસ્તારમાં 14 માળના ‘સી વિંડ' બિલ્ડિંગમાં રહે છે.
મુકેશ અંબાણી નું નવું નિવાસસ્થાન ‘એન્ટિલા' દક્ષિણ મુંબઈના શાનદાર અલ્ટામાઉન્ટ રોડ પર બની રહ્યું છે. આ નિવાસસ્થાન 25 બિલિયન ડોલરના રિલાયન્સ સામ્રાજ્યના માલિકને છાજે તેવું ભવ્ય બનશે. નીચેની માહિતી  અંબાણી પરિવારના ‘એન્ટિલા'ની ભવ્યતાનો ચિતાર આપે છે:
પ્લોટ એરિયા આશરે 49,000 ચોરસ ફૂટ
તે વિસ્તારમાં જમીનનો વર્તમાન ભાવ આશરે રૂ. 70,000+ પ્રતિ ચોરસ ફૂટ
27 માળનું નિવાસસ્થાન
નિવાસસ્થાનની ઊંચાઈ આશરે 560+ ફૂટ
ચાર ફ્લોર અંબાણી પરિવારના અંગત ઉપયોગ માટે
બે ફ્લોર મહેમાનો માટે
ટેરેસ પર હેલિપેડ
એક ફ્લોર હેલિકોપ્ટર્સના કંટ્રોલ રૂમ માટે
આંખો ઠારે તેવા ટેરેસ ગાર્ડન્સ
સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ-જિમ્નેશિયમ, બોલ રૂમ અને મિની થિયેટરની સગવડ
છ ફ્લોર પર  150+ કાર માટે પાર્કિંગ તથા ગેરેજની સગવડ
નિવાસસ્થાનના 600 જેટલા કર્મચારીઓને રહેવા માટે અલાયદા ફ્લોર
નિવાસસ્થાનનો અંદાજિત ખર્ચ 4000 કરોડ રૂપિયા (બિનસત્તાવાર અંદાજ) ??
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 32)
મેં આપને ભોગીલાલ દવેના અમેરિકા-પ્રવાસની તથા અરદેશર ઈરાનીના ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયની વાતો કરી.
ભોગીલાલ દવેના મામાના દીકરા મયાશંકર ભટ્ટ દાદાસાહેબ ફાલકેની હિંદુસ્તાન ફિલ્મ કંપનીના ફિલ્મ-વિતરક હતા.
અમેરિકાથી હિંદુસ્તાન પરત આવેલા ભોગીલાલ દવેનો પરિચય અરદેશર ઈરાની સાથે થયો. બંનેને મિત્રતા થઈ અને તેમણે ફિલ્મ નિર્માણ અર્થે ભાગીદારી કંપની ઊભી કરી. મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્ષન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’ અસ્તિત્વમાં આવી.
“અનન્યા”ના મારા મિત્રો! મૂંગી સિનેમા (સાયલેન્ટ મુવી) ના તે જમાનામાં પૌરાણિક કથાઓની ફિલ્મો ખૂબ ચાલતી. મેં અગાઉ આપને મોહનલાલ દવે ની વાત કહી હતી.
ગુજરાતી પટકથા લેખક મોહનલાલ ગોપાળદાસ દવે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સ્ટોરી રાઈટર.
ઇરાની શેઠે મોહનલાલ જી. દવેને ફિલ્મ માટે સારો વિષય અને સબળ પટકથા – સ્ક્રીપ્ટ – સૂચવવા અનુરોધ કર્યો.
તેમાંથી ઈરાની – દવેની ‘સ્ટાર ફિલ્મ કંપની’ની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ” બની.
ફિલ્મ વિશે હું કાંઈ કહું તે પહેલાં આપ મને અભિમન્યુ વિશે પ્રશ્ન કરવાના છો.
વેદ વ્યાસના અમર મહાકાવ્ય ‘મહાભારત’નું એક ઉત્તમ પાત્ર, વીર છતાં અતિ કરુણ પાત્ર તે અભિમન્યુ.
મહાભારતની કથા પ્રમાણે અર્જુનનાં એક પત્ની સુભદ્રા. ભગવાન શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રાજીનું હરણ કરી અર્જુને તેમની સાથે વિવાહ ફરેલા.
અર્જુન – સુભદ્રાનો મહા પરાક્રમી પુત્ર તે અભિમન્યુ.
અભિમન્યુને બે પત્નીઓ હતી. એક પત્ની વિરાટ રાજાની પુત્રી ઉત્તરા. બીજી પત્ની ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામની પુત્રી વત્સલા.
મહાભારતના યુદ્ધમાં કૌરવોએ દુર્ભેદ્ય ચક્રવ્યૂહ રચ્યો. તેરમા દિવસે વીર અભિમન્યુ એકલે હાથે તેના કોઠા ભેદવા લાગ્યો. છેક છેલ્લે કોઠે કૌરવ પક્ષના છ યોદ્ધાઓએ ભેગા મળી અભિમન્યુ પર હુમલો કર્યો.
ભારે શૌર્ય દાખવી, એકલે હાથે યુદ્ધ કરતાં કરતાં અભિમન્યુ વીર ગતિ પામ્યો.
તે સમયે ઉત્તરા ગર્ભવતી હતી. અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર તે રાજા પરીક્ષિત, જેમણે શુકદેવજી પાસેથી ભાગવત કથા સાંભળી હતી.
અભિમન્યુની કરુણ – વીર રસથી ભરી ગાથાને સ્ટાર ફિલ્મ કંપનીએ સુંદર ચિત્રણ કરી 1922માં ભવ્ય ફિલ્મરૂપે ‘વીર અભિમન્યુ’ રજૂ કરી.
*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 32) * * અનન્યા/080607/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
ગુજરાતી નેટ જગતમાં તાજેતરમાં ‘જરા હટકે’ હોય તેવા નવા બ્લોગ્સ દેખાવા લાગ્યા છે.
અમે “મધુસંચય” અને “અનન્યા” પર વારંવાર આ પ્રકારના બ્લોગ્સની હિમાયત કરી છે.
આજે શ્રી હરસુખભાઈ થાનકીના બ્લોગની વાત કરું. શ્રી હરસુખભાઈ પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. બ્લોગની ગુણવત્તાનો એક માપદંડ તેની પોસ્ટ્સના વિષયોની સમૃદ્ધિ છે. પોસ્ટસની વિવિધતા જુઓ  –  પોલીએના, જુથિકા રોય (જ્યુથિકા રે), ગ્રેટા ગાર્બો અને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની ચર્ચા કરતી પોસ્ટસ.....! આપે હરસુખભાઈની પોસ્ટ્સની રેઈન્જ માણવા ‘હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ’ની મુલાકાત લેવી જ જોઇએ. .
* * * અનન્યા/080607/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *
*  જો ભારતની જીડીપી  (Gross Domestic Product - GDP of India) નો  વૃદ્ધિદર 7 થી 8 ટકા જેટલો રહે, તો 2025 સુધીમાં ભારતની એનર્જીની જરૂરત લગભગ બમણી થશે અને 2035 સુધીમાં  તે ચાર ગણી વધી ગઈ હશે! *  *  *
* ભારતીય કંપનીઓ અને ભારતમાં કારોબાર કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માર્કેટિંગ વ્યુહ રચનાઓ (માર્કેટિંગ સ્ટ્રેટેજીઝ) માં અવનવા ફેરફાર કરતી રહે છે.
મોબાઇલ ફોન કંપની હચને જ્યારે વોડાફોન દ્વારા ખરીદવામાં આવી ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને તેનાં નામ અને લોગો (logo) બદલવામાં આવ્યાં હતાં. હમણાં શોપર્સ સ્ટોપના લોગોને બદલવામાં આવ્યો તેની એડ “અનન્યા”ના વાચકોએ ટીવી પર જોઇ હશે. સિયેટ ટાયર કંપનીએ પણ પોતાના લોગોમાં ફેરફાર કર્યો છે. અત્યારના ‘એનર્જી’ના મુદ્દાને ધ્યાનમાં રાખી  CEAT શબ્દમાં E અક્ષરને વિશેષ ‘યુવાન અને એનર્જેટિક’ બનાવાયો છે. પણ સિયેટને આમ યુવાન બનવાનો ખર્ચો 40 કરોડને આંબશે! વર્ષોથી આપણે ગોદરેજ (Godrej) ના લોગોને  એકધારા કાળા રંગમાં જોતાં આવતાં હતાં. ગોદરેજના લોગોને પણ યુવાની ફૂટી છે! તેનાં રંગરૂપમાં સો કરોડના ખર્ચે નિખાર આવ્યો છે. ક્રિકેટશોખીનોએ તાજેતરમાં ‘આઇપીએલ’ (IPL Indian Premier League) ની T-20  ક્રિકેટ ટુર્નામેન્ટની 20-20 ક્રિકેટ મેચો  ટેલિવિઝન પર  જોઇ હશે. (ક્રિકેટ મેચો કે ક્રિકેટ મેચીઝ લખું? માફ કરજો, આ મૂંઝવણ હંમેશા રહેશે.) આઈપીએલની ક્રિકેટ મેચો દરમ્યાન ગોદરેજના નવા રંગીન લોગોની એડ વારંવાર દર્શકોની નજરે ચડી હતી. ** * * અનન્યા/080607/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* ટેલિકોમ ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફોન સર્વિસ કંપની ચીન (China) ની ‘ચાઇના મોબાઇલ’ છે. ચાઇના મોબાઇલના સાડત્રીસ કરોડ ગ્રાહકો છે. *  *  *
* અનિલ અંબાણીના સંચાલનમાં રિલાયન્સ એડીએ ગ્રુપ મનોરંજન ક્ષેત્રમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે. રિલાયન્સ એડીએના રિલાયન્સ  બિગ એન્ટરટેઇનમેન્ટ (RBEL) દ્વારા 100 મિલિયન ડોલરનું રોકાણ કરવાનું આયોજન છે. તે અંતર્ગત અમેરિકાના વોશિંગ્ટન, શિકાગો આદિ શહેરોમાં 200 થી વધુ સિનેમાગૃહ ખરીદવામાં આવ્યાં છે.
વળી રિલાયન્સ  RBEL હોલિવુડના ટોપ સ્ટાર્સને લઈને જંગી બજેટના ફિલ્મ નિર્માણમાં પણ ઝુકાવવાનું છે. વિલ સ્મિથ, ટોમ ક્રુઝ, જ્યોર્જ ક્લુની આદિ અભિનેતાઓનાં નામ રિલાયન્સ એડીએ  RBEL સાથે સંભળાઈ રહ્યાં છે.* * * અનન્યા/080607/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
આજકાલ
* વિશ્વની આર્થિક વ્યવસ્થાનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે.
ગઈ કાલના વિશ્વમાં અમેરિકા અને જાપાનની તૂતી બોલતી હતી. અમેરિકા અને યુરોપનાં માર્કેટ મહત્વનાં હતાં.
હવે વિશ્વના અર્થશાસ્ત્રીઓ બ્રિક (BRIC) દેશો – બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના – પર મીટ માંડી બેઠા છે.
આપણે બ્રાઝિલ અને ભારત પર દ્રષ્ટિપાત કરીએ.
બ્રાઝિલની માથાદીઠ આવક – પર કેપિટા ઇન્કમ – 5115 ડોલર છે, જ્યારે ભારતની માથાદીઠ આવક માત્ર 735 ડોલર છે.
બ્રાઝિલ અને ભારતમાં ઉદ્યોગો વિકસી રહ્યાં છે તેમજ ગણનાપાત્ર સ્પેંડિંગ કેપેસિટી ધરાવતો વર્ગ ઊભરી રહ્યો છે.  2006-07માં બ્રાઝિલને અનાયાસે પેટ્રોલિયમ ક્ષેત્રોનો મોટો ભંડાર હાથ લાગ્યો છે. આ તેલક્ષેત્રોમાં ક્રુડનો એટલો મોટો જથ્થો છે કે બ્રાઝિલ રાતોરાત દુનિયાના સૌથી મોટા દસ ઓઇલ-રીચ દેશોમાં ગણાવા લાગ્યું છે.
બ્રાઝિલની ગેર્ડો સ્ટીલ કંપની ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા – બંને ખંડોમાં સૌથી મોટી સ્ટીલ કંપની છે. બ્રાઝિલ વિશ્વનાં ટોચના દસ ઓટો મેન્યુફેક્ચરીંગ દેશોમાંથી એક છે. બ્રાઝિલની માર્કોપોલો કંપની પેસેંજર બસ અને કોચ બનાવતી અગ્રણી કંપની છે. ભારતના ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ અને  બ્રાઝિલની માર્કોપોલો વચ્ચે કરાર થયા છે. ટાટા મોટર્સ અને માર્કોપોલો વચ્ચેના જોઇન્ટ વેન્ચર પ્લાન્ટમાં ઉત્પાદિત પેસેંજર બસોને ભારતમાં માર્કેટ મળી રહેશે. તેમને અત્યારે જ દિલ્હી ડીટીસી (DTC Delhi Transport Corporation) નો ઓર્ડર મળી ગયો છે. * * * અનન્યા/080607/ આજકાલ/હરીશ દવે/*  *  * સામાન્યજ્ઞાન
* કોઈ માની શકે કે હજી હમણાં સુધી અમેરિકાનો સભ્ય સમાજ રંગભેદની શરમજનક ચુંગાલમાં સબડતો હતો?
અમેરિકાએ 1776માં પોતાને સ્વતંત્ર દેશ ‘યુ.એસ. એ’ તરીકે ઘોષિત કર્યો. તે પછી લગભગ બસો વર્ષ સુધી અમેરિકાની અશ્વેત પ્રજા (the Blacks) (ખાસ કરીને દક્ષિણ અમેરિકાનાના રાજ્યોમાં) સામાજિક અન્યાય અને ઉપેક્ષાઓનો ભોગ બનતી રહી. છેક 1954માં અમેરિકાની સુપ્રિમ કોર્ટ દ્વારા પબ્લિક સ્કૂલ્સમાં જાતિભેદ/વર્ણભેદ આધારિત વ્યવસ્થા રેશિયલ સેગ્રીગેશન  (Racial segregation) ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી. 1955માં દક્ષિણ અમેરિકાના અલબામા રાજ્યમાં અશ્વેત મહિલા રોઝા પાર્કસ (Rosa Parks) સાથેનો વિશ્વવિખ્યાત મોન્ટગોમેરી બસ બનાવ બન્યો. પરિણામે અમેરિકામાં અશ્વેતોની સિવિલ રાઈટ્સ મુવમેંટને વેગ મળ્યો. 1957માં અમેરિકન કોંગ્રેસમાં અશ્વેતો માટેનું સિવિલ રાઈટ્સ બિલ પસાર થયું. 1961માં આંતરરાજ્ય વાહનવ્યવહારમાં અશ્વેતો માટેના ‘સેગ્રીગેશન’ સામે લડત શરૂ થઈ.  1963માં અમેરિકાના પાટનગર વોશિંગ્ટન (ડીસી) માં  અશ્વેતોની જંગી રેલીને અશ્વેત નેતા માર્ટીન લ્યુથર કિંગ દ્વારા સંબોધન કરવામાં આવ્યું જે ‘આઈ હેવ અ ડ્રીમ (I have a dream)’ના નામે ઇતિહાસમાં અમર થઈ ગયું. 1968માં માર્ટીન લ્યુથર કિંગની હત્યા થઈ ત્યાં સુધીમાં અશ્વેતો માટેની રંગભેદ નીતિમાં ઘણા સુધારા થઈ ચૂક્યા હતા.  આમ, માંડ ચાર પાંચ દાયકા પહેલાં જ અમેરિકામાં અશ્વેતોની સ્થિતિ સાચા અર્થમાં સુધરતી દેખાઈ. * * * અનન્યા/080607/સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *
ગુજરાતી-અંગ્રેજી
આજે ગુજરાતી ભાષાના કેટલાક વિદેશી મૂળના શબ્દો પર નજર નાખીએ. ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો વિદેશી ભાષા પરથી ઊતરી આવ્યા છે. કેટલાક શબ્દો ગુજરાતીમાં એવા ભળી ગયા છે કે તેમનાં મૂળ અન્ય ભાષામાં હોવાનો ખ્યાલ સરખો ન આવે!
આવા ત્રણ શબ્દો જોઈએ: રૂબરૂ, રૂમાલ અને આબરૂ.
ગુજરાતી ભાષામાં રોજબરોજ વપરાતા આ ત્રણ શબ્દો ફારસી ભાષા પરથી ઊતરી આવ્યા છે. તેમનું મૂળ ફારસી શબ્દ ‘રૂ’ છે. ફારસી ભાષામાં ‘રૂ’નો અર્થ છે મોં.
રૂ – બ – રૂ અર્થાત્ મોં સામે મોં. રૂબરૂ એટલે મોઢામોઢ, પ્રત્યક્ષ.
રૂ – માલ (રૂ + માલિદન = મસળવું).  રૂમાલ અર્થાત્  મોંને લૂછવાનું કપડું.
આબરૂ શબ્દના મૂળમાં આબ (પાણી, તેજ) તથા રૂ  શબ્દો છે. આબરૂ અર્થાત્  મોંનું તેજ એટલે પ્રતિષ્ઠા.
* * * અનન્યા/080607/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *
હોલિવુડના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસના સહયોગથી બનેલ મસાલેદાર ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એંડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ ગયા વિક એંડ પર રજૂ થઈ.
વિશેષ કાળજીભરી સિનેમેટોગ્રાફીથી મઢિત ફિલ્મ ઇન્ડિયાના જોન્સ-4 સૌને કેટલી જચશે તે તો સમય બતાવશે, પરંતુ પીઢ અભિનેતા હેરિસન ફોર્ડ અને લબરમૂછિયા એકવીસ વર્ષના કલાકાર શાયા (શિયા)ની સ્ટંટબાજી (Harrison Ford, Shia LaBeouf) ઘણાને ખૂબ પસંદ પડી છે. ત્યારે હોલિવુડ - બોલિવુડના કેટલાક પ્રમુખ સ્ટંટબાજ જરૂર યાદ આવે.
હોલિવુડમાં સ્ટંટબાજીના પ્રણેતા ડગ્લાસ ફેરબેંક્સ (Douglas Fairbanks 1883 – 1939).
અમેરિકન ફિલ્મ કંપની યુનાઈટેડ આર્ટીસ્ટસની સ્થાપનામાં ડી. ડબલ્યુ. ગ્રીફીથ અને ચાર્લી ચેપ્લિન સાથે ડગ્લાસ ફેરબેંક્સનો ફાળો.
અમેરિકામાં 1920માં ડગ્લાસ ફેરબેંક્સની ફિલ્મ આવેલી – ‘માર્ક ઓફ ઝોરો’.
આ ફિલ્મ હિંદુસ્તાનમાં વાડિયા બંધુઓએ જોઈ. વાડિયા બ્રધર્સ તે સમયે મુંબઈમાં ફિલ્મ નિર્માણમાં પડેલા. હોમી વાડિયાની નજરમાં યશવંત દવે નામક સ્ટંટમેન હતો. જબરી સ્ટંટબાજી કરી શકતો!
‘માર્ક ઓફ ઝોરો’નાં સ્ટંટ દ્રશ્યો પરથી પ્રેરણા લઈ, યશવંત દવેને હીરો બનાવી વાડિયાએ 1930માં મૂંગી ફિલ્મ બનાવી- ‘દિલેર ડાકૂ’.
બસ, ત્યાર પછી વાડિયા મુવીટોનનું નામ ભારતીય સિનેમા જગતમાં સ્ટંટ ફિલ્મો સાથે જોડાઈ ગયું.
1935માં હોમી વાડિયાની ફિલ્મ ‘હંટરવાલી’માં ચમકનાર નાદિયા ધ ફિયરલેસનું નામ બોલિવુડની સ્ટંટબાજીમાં અમર થઈ ગયું છે.
વર્ષ 2012માં પૃથ્વીના જીવનના નાશની આગાહીઓ ટીવી ચેનલો પર ચમકી રહી છે.
2012ના ડિસેમ્બરમાં વિનાશકારી પરિવર્તનો દુનિયા નષ્ટ કરી દેશે તેવી વાતો હવામાં છે.
21/12/2012ના પૃથ્વીના પ્રલયની વાતોનું મૂળ મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિના ઇતિહાસમાં છે.
ઈપૂ 250 અને ઈસ 900 વચ્ચેનાં લગભગ સાડા બારસો વર્ષો સુધી માયા સંસ્કૃતિ ભલીભાંતિ પાંગરી. સ્થાપત્ય અને ખગોળ જેવાં ક્ષેત્રોમાં માયા જાતિના લોકોએ અચંબો થાય તેવી પ્રગતિ કરી. તેમણે લેખનપદ્ધતિઓ વિકસાવી.
વિશિષ્ટ લિપિ દ્વારા માયા સંસ્કૃતિનો ઇતિહાસ શિલાલેખો પર તથા વૃક્ષોની છાલનાં પુસ્તકોમાં લખાતો ગયો. આવાં ઘણાં પુસ્તકો લખાયાં. માયા સંસ્કૃતિ સોળમી સદીમાં યુરોપથી થયેલ સ્પેનના આક્રમણ તળે રગદોળાઈ ગઈ. કિમતી પુસ્તકો નાશ પામ્યાં.
તેમાંથી બચેલાં માત્ર ચાર ‘કોડેક્સ’ પુસ્તકો ઉપલબ્ધ છે. તેમનાં નામ છે : The Dresden Codex, The Madud Codex,  The Paris Codex  અને The Grolier Codex.
દાયકાઓની જહેમતને અંતે માયા લિપિનાં લખાણો ઉકેલાવા લાગ્યાં છે. તેનાં પર પુસ્તકો પ્રસિદ્ધ થવા લાગ્યાં છે.
માયા કેલેંડર પર વિવાદાસ્પદ પુસ્તકો લખનાર એક અમેરિકન લેખક જોઝ આર્ગ્યુએલ (José Argüelles 1939 -) છે.
માયા કેલેંડરની અવધિ ઈસવીસન 2012ના વર્ષમાં ડિસેમ્બર 21 ના રોજ પૂરી થવાની વાત છે. વળી માયા સંસ્કૃતિનાં લખાણોનું અર્થઘટન થયું છે.
તેના આધારે વાતો ચગી છે કે 2012ના વર્ષમાં પ્રલયકારી કુદરતી ઘટનાઓ થશે જેમાં દુનિયાનો, માનવસભ્યતાનો નાશ થશે.
આવી આગાહી શક્ય હોઈ શકે? તેમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય?
આપણી સામાન્ય બુદ્ધિ આ સ્વીકારી શકે તેમ નથી. વૈજ્ઞાનિક સંસ્થાઓ સ્પષ્ટતા કરી શકે?
પ્રિય અનામિકા,
સ્ટીવન સ્પીલબર્ગની ધમાકેદાર હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” પરથી તમારી વાતો મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિ સુધી પહોંચી છે.
મધ્ય અમેરિકાની માયા જાતિ, ઇંકા જાતિ અને અઝટેક જાતિની વાતો દુનિયા માટે ગૂઢતાભરી રહી છે.
અનામિકા! તારી વાત સાચી કે મધ્ય અમેરિકન  માયા સંસ્કૃતિ વિશે અગણિત રહસ્યો છે. તેનાં વિશે પાર વિનાનાં સંશોધનો થયાં છે; દાવા-પ્રતિદાવાઓથી થોથાંઓ ભરાયાં છે. તેથી માયા સંસ્કૃતિ વિશે હું જે કાંઈ લખીશ તે અપૂર્ણ જ રહેશે, એટલું જ નહીં, ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ પણ બનશે. પરંતુ તારા આગ્રહને ટાળી શકતો નથી.
અનામિકા! માયા સંસ્કૃતિનાં સૌથી બે મોટાં રહસ્યો માયા જાતિના ઉદભવ અને તેના લુપ્ત થવાને લગતાં છે. માયા જાતિના લોકો કોણ હતાં અને ક્યાંથી મધ્ય અમેરિકામાં આવ્યાં તેમજ પ્રથમ સહસ્ત્રાબ્દિના અંત પહેલાં અચાનક કેવી રીતે લુપ્ત થઈ ગયાં તેના પર વિવાદો ચાલ્યા જ કરે છે.
મધ્ય અમેરિકામાં પેસિફિક ઓશન (પ્રશાંત કે પેસિફિક મહાસાગર)ના કિનારે માયા જાતિ ત્રણ હજારથી પણ વધુ વર્ષોથી વસી હતી.
માયા સંસ્કૃતિ ઈ.પૂર્વે 250થી ઈ.સ. 900ના સમયગાળા (250 BC–   900 AD) માં પૂરબહારમાં વિકસી. મધ્ય અમેરિકન મેક્સિકોના વિસ્તાર – હાલના ગ્વાટેમાલા, બેલિઝ, અલ સાલ્વાડોર તથા હોન્ડુરાસ રાષ્ટ્રોના વિસ્તારોમાં વિકસેલી માયા સંસ્કૃતિમાં ઘણાં રાજ્યો અસ્તિત્વમાં હતાં.
અનામિકા! નવાઈની વાત એ કે  તે માયા રાજ્યો પૈકી મોટા ભાગનાં જંગલો વચ્ચે વસેલાં નગરરાજ્યો હતાં. રાજ્યોની વચ્ચે રીત-રિવાજ અને રહેણીકરણીમાં ફેરફાર છતાં માયા સંસ્કૃતિમાં એકંદરે સમાનતા હતી. માયા સંસ્કૃતિની પ્રજાઓ ઈસ 900 ની આસપાસ તો લગભગ નામશેષ થઈ ગઈ. કારણ શું? કોઈ કુદરતી આફત, પૂર, દુષ્કાળ, વાતાવરણમાં ફ્રેરફાર કે યુદ્ધ કે બીજું કાંઈ – રહસ્ય ઉકેલાયું નથી.
જે ગણી ગાંઠી  પ્રજાતિ બચેલ હતી, તેમને સોળમી સદીના સ્પેનિશ આક્રમણે મહાત કરી. સોળમી સદીમાં મધ્ય અમેરિકા પર યુરોપથી સ્પેનનાં ધાડાં ઉતરી આવ્યાં. સ્પેનનાં ઝનૂની આક્રમણે રહી સહી માયા સંસ્કૃતિનો ધ્વંસ કર્યો.
સદનસીબે માયા સંસ્કૃતિનો ઇતિહાસ આપણને કંઇક અંશે ઉપલબ્ધ છે. માયા સંસ્કૃતિએ લેખનશૈલીમાં સારી એવી પ્રગતિ કરેલી. અનામિકા! તેમનો ઇતિહાસ શિલાલેખો પર અને વૃક્ષની છાલનાં પુસ્તકોમાં થોડો ઘણો બચ્યો છે. તાજેતરનાં વર્ષોમાં તેમની લિપિ ઉકેલાતાં લખાણો સમજવામાં મદદ મળી છે.
લખાણો પરથી જાણવા મળે છે કે માયા સંસ્કૃતિએ કૃષિ, સ્થાપત્ય, ખગોળ આદિ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી હતી. મધ્ય અમેરિકામાં માયા જાતિનાં પ્રાચીન મહેલો તથા પ્રચંડ પિરામિડોનાં ખંડેરો ઊભાં છે.
માયા જાતિએ સમયનાં માપ અને કેલેંડર વિકસાવ્યાં હતાં. તેમનું કેલેંડર ઈસ 2012  સુધીનું છે.
શું 2012માં દુનિયા નાશ પામશે?
માયા જાતિની ગણતરી એટલી વિશ્વસનીય ગણાય છે કે અત્યારે વિશ્વભરમાં પ્રલયના દિનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.
2012ના ડિસેમ્બરની 21મી તારીખે પૃથ્વી પર પ્રલયકારી પરિવર્તનો થશે અને તેમાં આજની માનવસભ્યતા નાશ પામશે તેવી આગાહીઓ થઈ રહી છે.
અહીંની ટીવી ચેનલોમાં પણ 2012માં પૃથ્વીના પ્રલયની વાતોનો શોરબકોર છે.
જે હોય તે, સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસની  ઇન્ડિયાના જોન્સમાં ઝલકતી મધ્ય અમેરિકન સંસ્કૃતિ અને માયા કેલેંડર  પરથી  પૃથ્વીના વિનાશની આગાહી લોકોમાં સનસની ફેલાવી ચૂક્યાં છે.
આ સાથે માયા સ્થાપત્યના કેટલાક ફોટોગ્રાફ્સ મોકલું છું. સસ્નેહ આશીર્વાદ.
પ્રિય અનામિકા,
તારા મેઈલમાં તેં સ્ટીવન સ્પીલબર્ગની લેટેસ્ટ હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” ના બોક્સ-ઓફિસ સમાચાર આપ્યા.
એક વાત તો કબૂલવી પડે કે હોલિવુડના સિનેમા જગતના મહારથીઓ  સ્ટીવન સ્પીલબર્ગ તથા જ્યોર્જ લુકાસ (સ્ટાર વોર્સ ફેઈમ) સાથે મળી પિક્ચર બનાવે તેની પાછળ દુનિયા ગાંડી થવાની જ! હવા ઊભી થઈ છે કે આ  ઇંડિયાના જોન્સ-4 ફિલ્મ જેમ્સ કેમરૂનના “ટાઈટેનિક”ને પહોંચી વળશે!
હોંશે હોંશે મેં સ્પીલબર્ગની આ ફિલ્મ જોઈ. અનામિકા! સાચું કહું?   જરા નિરાશ થયો. સ્પીલબર્ગ તથા લુકાસ પાસેથી મને વધારે આશાઓ હતી તેવું ફિલ્મ જોયા પછી મને લાગ્યું.
કબૂલીએ કે પેરેમાઉન્ટ પિક્ચર્સની ફિલ્મનાં સબળ પાસાંઓ તો છે જ.
64 વર્ષની ઉંમરે પણ હેરિસન ફોર્ડનો સમજદારીપૂર્વકનો સ્ફૂર્તિભર્યો અભિનય, કેટલાંક ટેકનીકલી ચેલેંજીંગ ચેઝ સીન્સ, કુશળતાથી ઊભા કરેલ ભવ્ય સેટસ અને તે માટે વિશિષ્ટ ફોટોગ્રાફિક ટેકનીક, ઉત્તમ સિનેમેટોગ્રાફીના નમૂનારૂપ કેટલાંક અદભુત શોટ્સ, સ્મરણીય લોંગ શોટ્સ તેમજ એરિયલ શોટ્સ ... પ્રેક્ષકોને જચી જાય.
જાનુઝ કામિન્સ્કીની છબીકલામાં પૂછવાપણું હોય? અનામિકા! આપણે શિંડલર્સ લિસ્ટ, લોસ્ટ વર્લ્ડ: જુરાસિક પાર્ક, સેવિંગ પ્રાયવેટ રાયન, કેચ મી ઇફ યુ કેન, ટર્મિનલ વગેરે ફિલ્મોમાં કામિન્સ્કીની કલાદ્રષ્ટિ માણી છે. ફિલ્મની કથામાં  પરગ્રહવાસી – એલિયંસ Aliens  –   માટેનો સ્પીલબર્ગનો મોહ છતો થાય છે.
અનામિકા! ભલે ફિલ્મની સ્ટોરીમાં સીધો રેફરન્સ હાઈલાઈટ ન થતો હોય, પણ મધ્ય અમેરિકન જાતિઓની પ્રાચીન સંસ્કૃતિઓનું રેખાંકન ઊડીને આંખે વળગે છે. જો તમને મધ્ય અમેરિકાનો ઇતિહાસ ધ્યાનમાં હોય તો ફિલ્મ પૂરી માણી શકો.
ઇંડિયાના જોન્સ કદાચ અમેરિકન કોન્ટિનન્ટસને ઘેલું લગાડી શકે, પરંતુ એશિયન માર્કેટસમાં ચમત્કાર સર્જી શકશે? મને શંકા છે. આજે કેટલાને માયા કે ઇંકા કે અઝટેક સંસ્કૃતિ વિષે જાણકારી હશે? હું તેના વિશે એકાદ દિવસમાં જ પત્ર લખીશ. સસ્નેહ આશીર્વાદ.
અમદાવાદ શહેરના વારસાનાં પ્રતીકો પર જાળાં બાઝી રહ્યાં છે.
‘હેરિટેજ’ વિશે વિદેશીઓ અને વિદેશી સંસ્થાઓનો રસ ફૂટતો રહે છે; તે ‘ઇમ્પોર્ટેડ’ રસ અમદાવાદીને, ગુજરાતીને, સરકારી સંસ્થાઓને ક્યારેક ‘વોક’ કરાવવા ય લાગે છે. પણ વળી ઠેરના ઠેર!
પિત્ઝા ખાતાં ખાતાં અમદાવાદી ઇટલી અને પિઝાના ઢળતા મિનારાની વાતો તો કરી શકે છે, પણ સામે ઊભેલા ઝૂલતા મિનારા વિશે બે શબ્દો બોલી શકતો નથી!
મારી આંખોમાં શાળાજીવન ખડું થાય છે.
કદાચ ત્રીજા ધોરણનો એ યાદગાર દિવસ. સ્કૂલમાંથી અમને ઝૂલતા મિનારા જોવા લઈ ગયા હતા.
નાનાં નાનાં  ગૃપ પાડી વારાફરતી ગૃપમાં મિનારાની ટોચે જવાનું.
ગોળફરતી, સાંકડી, અંધારી સીડી.
સંભાળીને એક એક પગથિયું ચઢવાનું. મિનારાની ટોચ પર નાનકડી પાળીવાળો ગોળાકાર ઝરૂખો. તેમાં ચાર હાથપગ ગોઠવી ગોઠણભેર થઈ જવાનું. બસ, અમે ઘોડા બની ઊભા રહ્યા; નીચેથી વ્યાયામ શિક્ષકની તૈયાર રહેવાની સિસોટી વાગી.
બે સશક્ત શિક્ષકોએ મિનારા હલાવવાશરૂ કર્યા. એક મિનિટ પછી મિનારા હલવા લાગ્યા!
અમે ઊંચાઈ પર હવામાં આમતેમ ઝૂલી રહ્યાં હતાં!  ગતિને સમજવા સ્થિતિની સાપેક્ષતા ખપ લાગતી હતી. નીચે આસપાસની ધરતી સ્થિર હતી. એક ક્ષણ તો હૃદય થડકી ગયું. મિનારો પડી તો નહીં જાય!
કેવો રોમાંચક અનુભવ! અમદાવાદના ઝૂલતા મિનારાના વિસ્મય પર ધૂળ ચઢતી જઈ રહી છે.
નવી પેઢીની આંખો ઘડીની ફ્લેશમાં ચમકવા જ સર્જાતી લાગે છે. આંખ ઠારીને, હૃદય ભરીને જોવા-માણવાની કલા તેમની પાસે છે ખરી? કદાચ દ્રષ્ટિ  છે, કલા પણ છે, પરંતુ ફુરસત નથી.
વાંક આપણો છે. આપણે સંસ્કૃતિને એ સ્તર પર લાવીને મૂકી છે. આપણે જ દુનિયાને દોડતી કરી મૂકી છે. નવી પેઢીનો શું વાંક?
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 31)
અરદેશર ઈરાનીએ ભારતના ફિલ્મ ઉદ્યોગને પ્રથમ ટોકી મુવી (Talkie movie) અર્થાત્ સવાક્  સિનેમા (બોલતું ચલચિત્ર કે બોલપટ)ની ભેટ આપી.
ભારતીય સિનેમાની પ્રથમ ટોકી ફિલ્મ તે અરદેશર ઈરાની દ્વારા નિર્મિત ‘આલમ આરા’.
અરદેશર ઈરાની ખાનદાન પારસી કુટુંબનું ફરજંદ. તેમનો જન્મ 1886 (કે 1885 ?)માં થયો હતો. તેમના પિતાને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટસનો વ્યવસાય હતો. તે જમાનાના મુંબઈ  (Mumbai, Bombay) ના શાનદાર કાલબાદેવી રોડ પર તેમની દુકાન હતી.
યુવાન વયે અરદેશરે નવા ફાલતા ફિલ્મ વિતરણના ધંધામાં ઝંપલાવ્યું.
વીસમી સદીના આરંભનો તે સમય હતો. ફિલ્મ વિતરક વિદેશમાં બનેલી ટૂંકી મૂંગી ફિલ્મોની આયાત કરતા. મુંબઈ કલકત્તા જેવા મોટા શહેરોમાં તે પ્રદર્શિત કરતા.
“અનન્યા”ના મિત્રો! આપને મારી એ વાત પર આશ્ચર્ય થશે કે તે સમયે ફિલ્મ માટે હજી થિયેટર્સ કે સિનેમાગૃહો બન્યાં ન હતાં. ફિલ્મ વિતરક ખુલ્લા મેદાનમાં તંબૂ ઠોકી, આવા તંબૂ થિયેટરોમાં સિનેમા બતાવતા. બંધ તંબૂમાં સિનેમા બતાવવાનું મશીન (જેમકે કાઇનેટોસ્કોપ) અને પડદો ગોઠવાતાં. પડદા સામે જમીન પર કે ખુરશી પર દર્શકો બેસતાં.
આવાં તંબૂ થિયેટરોમાં સાંજે અંધારું થયા પછી મૂંગી ફિલ્મો બતાવાતી. પ્રેક્ષકો બળદગાડાંમાં કે ઘોડાગાડીમાં બેસી સિનેમા જોવા આવતાં. ક્યારેક ફિલ્મ વિતરક પોતે પ્રેક્ષકોને લેવા-મૂકવા ઘોડાગાડીની વ્યવસ્થા કરી આપતો!
મુંબઈમાં એક ફિલ્મ વિતરક શેઠ  અબ્દુલ અલી યુસુફ અલી હતા. અરદેશર ઈરાનીએ શેઠ અબ્દુલ અલી સાથે ભાગીદારી કરી ફિલ્મ વિતરણના ધંધાને જમાવ્યો.
મને બરાબર યાદ છે, મિત્રો! શરૂઆતમાં અરદેશર ઈરાની મુંબઈના આવા તંબૂ થિયેટરોમાં ફિલ્મ-પ્રદર્શન કરતા વિતરક હતા.
વીસમી સદીના શરૂઆતનાં વર્ષોમાં કલકત્તા (કોલકતા Kolkata)માં પણ આવાં તંબૂ થિયેટરોમાં જ ફિલ્મો બતાવાતી.
કલકત્તામાં ફિલ્મ વિતરણના વ્યવસાયના પ્રણેતા જમશેદજી ફરામજી માદન નામક પારસી સજ્જન હતા. મુંબઈના વતની માદન શેઠ યુવાન વયે કલકત્તા જઈ ઠરીઠામ થયેલા. કલકત્તામાં ફિલ્મ વિતરણના વ્યવસાયમાં ભારે સ્પર્ધાનો સામનો કરી પૈસા કમાયા. તેમને ફિલ્મ પ્રદર્શિત કરવા પાકા બાંધેલા સિનેમા હોલની આવશ્યકતા સમજાઈ.
માદન શેઠે 1907માં કલકત્તા શહેરમાં પ્રથમ સિનેમાગૃહ ‘એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસ’ બાંધ્યું. માદન શેઠનું ‘એલ્ફિન્સ્ટન’ હિંદુસ્તાનનું પ્રથમ ફિલ્મ થિયેટર મનાય છે.
અરદેશર ઈરાની એ પોતાના કોમી બિરાદર માદન શેઠની કલકત્તાની સફળતામાંથી પ્રેરણા લીધી. અરદેશર ઈરાની અને શેઠ અબ્દુલ અલી યુસુફ અલીના સંયુક્ત સાહસથી મુંબઈમાં બોમ્બે સેંટ્રલ વિસ્તારમાં એલેક્ઝાન્ડ્રા સિનેમા થિયેટર સારું વિકાસ પામ્યું.
એલેક્ઝાન્ડ્રા (કે એલેક્ઝાન્ડર) થિયેટર આસપાસના વિસ્તારો  –  બોમ્બે સેંટ્રલ- નાગપાડા- કમાઠીપુરા – ની ખ્યાતિ-કુખ્યાતિને સ્વીકારી ભારતીય ફિલ્મ ઉદ્યોગના ગૌરવભર્યા ઇતિહાસની સાક્ષી બની રહ્યું.   *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 31) * * અનન્યા/080531/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
અનિવાર્ય સંયોગોને લીધે “અનન્યા”ના પ્રકાશનમાં વિક્ષેપ બદલ ક્ષમાયાચના.  “અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’ના પૃષ્ઠ પર ચલચિત્રના ઇતિહાસની શ્રેણી આગળ ધપે છે.
* * * અનન્યા/080531/હરીશ દવે/ Ananyaa/ * * *
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 30)
ભારતીય  ફિલ્મ ઉદ્યોગના  પિતામહ દાદાસાહેબ ફાલકેની ફિલ્મનિર્માણ પ્રવૃત્તિમાં ઊંડો રસ લેનાર એક ગુજરાતી બ્રાહ્મણ મયાશંકર ભટ્ટ હતા.
દાદાસાહેબ ફાલકેની સિનેમા પ્રોડક્શન કંપની ‘હિંદુસ્તાન ફિલ્મ કંપની’ની  ફિલ્મોની વિતરણ વ્યવસ્થા મયાશંકર ભટ્ટ કરતા. ચલચિત્રનિર્માણના ઉજળા ભવિષ્યને પારખી મયાશંકરે પોતાના ફોઈના દીકરા ભોગીલાલ દવેને પોતાની સાથે તૈયાર કર્યા.
ભોગીલાલ દવે ફિલ્મનિર્માણ માટે ફોટોગ્રાફીની તાલીમ અર્થે અમેરિકા ગયા. “અનન્યા”ના મિત્રો કદાચ જાણતા હશે કે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ફોટોગ્રાફી શીખવા માટે વિશ્વનું સૌ પ્રથમ તથા સૌથી મોટું ઇન્સ્ટીટ્યૂટ – ન્યૂ યોર્ક ઇંસ્ટીટ્યૂટ ઓફ ફોટોગ્રાફી (NYIP, New York, USA) –  આવેલું છે.
1910માં આરંભ પામેલું ન્યૂ યોર્ક (યુએસએ)નું આ ફોટોગ્રાફી ઇન્સ્ટીટ્યૂટ આજે પણ કાર્યરત છે.
ભોગીલાલ દવેએ ન્યૂ યોર્ક ઇંસ્ટીટ્યૂટ ઓફ ફોટોગ્રાફીમાં બે વર્ષ અભ્યાસ કર્યો.
આ વિશ્વપ્રસિદ્ધ અમેરિકન ઇન્સ્ટીટ્યૂટનો કોર્સ કરી સર્ટિફીકેટ મેળવનાર ભોગીલાલ દવે પ્રથમ ગુજરાતી બન્યા.
અમેરિકા (યુએસએ)માં ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીથી પરિચિત થઈ ભોગીલાલ દવે હિંદુસ્તાન પરત આવ્યા.
*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 30) * * અનન્યા/080524/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
“અનન્યા”ના આજના અંકમાં ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ‘ફિલ્મ-સિનેમા’નો ત્રીસમો હપ્તો પ્રગટ થયેલ છે.
* * * અનન્યા/080524/હરીશ દવે/ Ananyaa/ * * *
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 29)
શ્રી નાથ પાટણકર ઉર્ફે એસ. એન. પાટણકર પોતાની શક્તિ પ્રમાણે ફિલ્મ લાઈનમાં ફાળો આપવા ઝઝૂમતા રહ્યા. “અનન્યા”ના મારા મિત્રો! 1922ના અરસામાં ગુજરાતી સાહસિકોએ મુંબઈમાં નેશનલ ફિલ્મ કંપની સ્થાપી હતી. તેના બેનર નીચે પાટણકરે ગુજરાત અને હિંદુસ્તાનની કેટલીક પ્રાચીન કથાઓને આધારે ફિલ્મો બનાવી. તેમાં ‘કરણઘેલો’ ફિલ્મની કથા ગુજરાતના છેલ્લા નોંધપાત્ર રાજપૂત શાસક કર્ણ દેવ પર કેન્દ્રિત હતી.
પાટણકરની અન્ય ફિલ્મોમાં ‘સતી મદાલસા’, ‘ભક્ત બોડાણા’, ‘માર્કંડેય અવતાર’, ‘રાણકદેવી’, ‘વનરાજ ચાવડો’, ‘વામન અવતાર’, ‘ભર્તૃહરિ’, ‘મહાશ્વેતા કાદંબરી’ વગેરે સમાવિષ્ટ છે.
નેશનલ ફિલ્મ પછી પાટણકર ‘પાયોનિયર ફિલ્મ કંપની’ સાથે જોડાયા. તેમાં તેમણે ‘સત્યવિજય’, ‘મનોવિજય’, ‘કચ દેવયાની’, ‘દો રંગી દુનિયા’, ‘અબોલ રાણી’ વગેરે ફિલ્મો બનાવી.
ફિલ્મ નિર્માણમાં એસ. એન. પાટણકર ( શ્રી નાથ પાટણકર) ચૌદેક વર્ષ સક્રિય રહ્યા.
ચાલીસેક ફિલ્મોના  નિર્માણમાં તેમનું યોગદાન હોવાનું મનાય છે. 1941માં તેમનું અવસાન થયું.
*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 29) * * અનન્યા/080517/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
“અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે.
* * * અનન્યા/080517/હરીશ દવે/ Ananyaa/ * * *
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 28 )
‘કોહિનૂર’ અને ‘કૃષ્ણ’ – બંને ફિલ્મ કંપનીઓએ મુંબઈના સિનેમા જગતના – બોલિવુડના – પાયામાં ગજબનું ચણતર-કામ કર્યું.
તે સાથે સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પટ્ટણી બંધુઓ અને મુંબઈમાં શ્રી નાથ પાટણકર, ભટ્ટ અને દવે તેમજ અરદેશર ઈરાનીએ હિંદુસ્તાનના ફિલ્મ ઉદ્યોગને વિશેષ ઘાટ આપ્યો.
પાટણકર અને દ્વારકાદાસ સંપટની વાત મેં આપને કહી છે.
પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ માંડ વીસેક મૂંગી ફિલ્મો બનાવી હોવાનું કહેવાય છે. તેમાં અડધો અડધ ફિલ્મો દસ્તાવેજી ચિત્ર (ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ) પ્રકારની હતી.
“અનન્યા”ના મારા મિત્રો! આપ જાણો છો કે તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સમગ્ર હિંદુસ્તાનમાં ચેતનાનો સંચાર કરેલ. આફ્રિકાથી હિંદુસ્તાન પરત ફરી મહાત્મા ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સ્થાપેલા (પ્રથમ કોચરબ, પછી હરિજન આશ્રમ, સાબરમતી).
ગાંધી વિચારધારાને પ્રસરાવવા ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ ગાંધીજી પર ઉતારેલાં બે દસ્તાવેજી ચિત્રો નોંધનીય ગણાયાં. ગુજરાતમાં કાઠિયાવાડ-સૌરાષ્ટ્રના રાજ્યકર્તાઓ અને પ્રજાના ભાવિ વિષે ચર્ચા કરવા સમયાંતરે કાઠિયાવાડ રાજકીય પરિષદનું આયોજન થતું રહેતું.
1925ના વર્ષમાં આવી ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ભાવનગરમાં ભરાયેલી.
મહાત્મા ગાંધી તેના પ્રમુખપદે હતા. તે ત્રીજી પરિષદનું દસ્તાવેજી ચિત્ર પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ ઉતારેલું.
સૌરાષ્ટ્ર ફિલ્મ્સ દ્વારા નિર્મિત બીજું દસ્તાવેજી ચિત્ર ‘સ્વાશ્રય’ હતું જેમાં ગાંધીજીના અમદાવાદના આશ્રમજીવનની ઝલક હતી.
*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી==અઠ્ઠ્યાવીસમો  હપ્તો       ( હપ્તો 28 ) * * અનન્યા/080510/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
“અનન્યા”ના આજના અંકમાં માત્ર ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થઈ શકેલ છે. વાચકો દરગુજર કરે તેવી વિનંતી.
* * * અનન્યા/080510/હરીશ દવે/ Ananyaa/ * * *
મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં પોતાની વિશિષ્ટ વિચારધારા અને પ્રવૃત્તિઓથી ખ્યાતિ પામ્યા.
હિંદુસ્તાનના અગ્રગણ્ય નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે (1866 – 1915)એ ગાંધીજીને સ્વદેશ પરત થઈ દેશસેવામાં જોડાવા આહવાન કર્યું.
ગોખલેજીના સૂચનને સ્વીકારી ગાંધીજી 1915ના 9મી જાન્યુઆરીએ હિંદુસ્તાન આવ્યા.
ગાંધીજીએ સૌરાષ્ટ્ર તથા બંગાળનો પ્રવાસ કર્યો.
ગાંધીજી બંગાળમાં શાંતિનિકેતન ગયા અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે રહ્યા. ‘ગીતાંજલિ’ માટે નોબેલ પ્રાઈઝથી સન્માનિત કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને ‘મહાત્મા’ કહી સંબોધ્યા. ત્યારથી મોહનદાસ ગાંધી ‘મહાત્મા ગાંધી’ તરીકે જાણીતા થયા.
ગાંધીજીએ અમદાવાદમાં ઠરીઠામ થઈ પોતાની પ્રવૃત્તિઓ કરવા નિર્ણય લીધો.
અમદાવાદમાં પાલડી તરફના કોચરબ પરા વિસ્તારમાં એક વકીલ જીવણલાલનો બંગલો હતો. મહાત્મા ગાંધીએ આ બંગલો ભાડે લઈ પોતાની પ્રવૃત્તિઓનો આરંભ કર્યો.
1915ના મે મહિનામાં તે સ્થળે ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમ (કોચરબ) નો આરંભ થયો.
“અનન્યા”ના  આજના અંકમાં તમામ પૃષ્ઠોનો રસથાળ પુનઃ પ્રસ્તુત છે.
‘આજકાલ’માં બ્રાઝિલના સંદર્ભે દુનિયાની ઊભરતી નવી આર્થિક વ્યવસ્થાની ઝાંખી થાય છે.
‘ફિલ્મ-સિનેમા’ના પૃષ્ઠ પર અરદેશર ઈરાનીની 1922માં રજૂ થયેલી બોલિવુડની પ્રથમ ભવ્યાતિભવ્ય ફિલ્મ ‘વીર અભિમન્યુ’ની કથાનું ચિત્રણ છે. આપના પ્રતિભાવની પ્રતીક્ષા અપેક્ષિત છે.
* * * અનન્યા/080607/હરીશ દવે/ Ananyaa/ * * *