તમારી સાથે ની દરેક ક્ષણ હું માણું છુ,
તમને હું ગમુ કે ન ગમુ તમે મને ગમો છો એ હુ જાણું છુ.
સાતેય જનમ તમારી સાથે રેહવાનું વિચાર્યું છે,
જો એકાદ જનમ મા તમે ૯૧ હો, તો હુ બાણું છું. તમારી સાથે.....
ગમે એટલા ગુનાહ તમે કરશો તો પણ મુજ થી દૂર નહી થાઓ,
જો તમે થાશો મુજરિમ તો હું પોલીસ થાણું છું.તમારી સાથે......
મળવાની ઇચ્છા થાય ત્યારે બહાના ની જરુર નથી, આવી જવું,
મારા માટે તમે અને તમારા મતે હું એક બહાનું છુ.તમારી સાથે..
જીવન એક સ્ક્રુ છે જેની પર સુખ દુઃખ ના બોલ્ટ ચડતા રહે છે,
તમારા સુખના બોલ્ટ રાખી દુઃખ ના બોલ્ટ ખોલી નાખુ એવું હું પાનું છું.તમારી સાથે...........
કહે છે સર્જનહારે સર્જનો અમુક કારણસર કર્યા છે.
તમારા સર્જનનું કારણ હું છું એવું હું માનુ છું. તમારી સાથે ......
-સાક્ષર
હમણાં સુધી આમ તો બહુ બધી કવિતાઓ લખી છે, પણ મારી સંગ્રહ ન કરવાની આદતને કારણે, બધી કવિતાઓનો તો રેકોર્ડ નથી પણ જેટલી મળે(મોટા ભાગની ભાઇને સેન્ડ કરેલા મેઇલમાં થી મળી છે, સારું છે સેન્ટ મેઇલ નહોતા ઉડાવ્યાં) એ અહીં ટાઇમ મળે એમ મૂક્યા કરીશ.
આ કવિતા મારી કોલેજમાં આવ્યા પછી લખેલી બીજી કવિતા છે, પહેલી કવિતા ધમા ઉપર લખી'તી, પણ એ અત્યારે રેકોર્ડમાં નથી, આ એક ઓરકુટ કોમ્યુનીટીમાં શેર કરી'તી તો અત્યારે કામ લાગી.
ગઝલ
વાંચવા ક્લિક કરો
પ્રભો! કેટલા જોરથી તેં લગાવી? (હઝલ) - ઘનશ્યામ ઠક્કર
કાવ્ય વાંચવા ક્લિક કરો
ગોપીઓ ચાહે છે અખા ગામની
એ કથા છે રૂપનાં લીલામની.
દેવીઓ દાસી બની છે દામની.
સ્વર્ગમાંહે અપ્સરાછે નામની,
કામમાં આવે છે વસ્તુ કામની.
શ્યામ છે પણ ભાગ્યશાળી તો ખરા,
ગોપીઓ ચાહે છે અખા ગામની.
સબ્ઝ પરીઓ ઉતરી કોલેજમાં,
ટીચરોની નાત છે ગુલફામની.
હિંદના દેવોને રીઝવવા હવે,
દેવીઓ લાવીશું બર્મિંગહામની.
પૂણ્યશાળીપાર્ક કેરી યોજના,
છે ખચિત વાંઢા તણા વિશ્રામની.
માનવીનાં પૂર્વજો નાહોત તો,.
વાનરોને શી પડી’તી રામની.
_આઇ.ડી.બેકાર
કવિતાની કરામત
‘હઝલ’કાવ્ય સાહિત્યમાં એક પ્રતિકાવ્ય પ્રકાર પણ હોય છે.મૂળ ગંભીર શે’ર ના બીજા મિસરાને બદલી નાંખવામાં આવે અથવા બન્ને મિસરામાં થોડો ફેરફાર કરી વ્યંગાત્મકતા પ્રયોજવામાં આવે છે.
મર્હુમ મસ્ત હબીબ સારોદી સાહેબ ની વ્યંગ કલમે નીચે દર્શાવેલ કબીર,તુલસીદાસના ગંભીર દોહાને થોડી છેડછાડ કરી વ્યંગાત્મક પ્રતિકાવ્યનું રૂપ આપ્યું છે.
ચાલો માણીયે મુલ્લાં રમૂજીના (મસ્ત હબીબ સારોદી) પ્રતિ કાવ્યો:
1_
રામ ઝરૂખે બૈઠકે સબકા મુઝરા લેત,
જૈસી જેનકી ચાકરી વૈસા ઉંનકો દેત.
રામ ઑફિસમેં બૈઠકે સબકા મુજરા લેત,
જૈસી જીનકી ‘લાગવગ; વૈસા ઉનકો દેત.
2-
તુલસી ઈસ સંસારમેં ભાતભાત કે લોગ,
સબસે હિલમિલ ચાલિએ ,નદી નાવ સંજોગ.
તુલસી ઈસ સંસારમેં દાલભાત કે લોગ,
સત્તા પક્ષ જો રહે પાએ મિષ્ટ ઉપભોગ.
3_
દયા ધરમકા મૂલ હૈ,પાપ મૂલ અભિમાન,
તુલસી દયા ન છોડિયે જબ તક ઘટમેં પ્રાણ.
સત્ત દામકા મૂલ હૈ, દામ-મૂલ્ય સન્માન,
તુલસી દામ ન છોળિયે જબ તક ઘટ મેં પ્રાણ.
4
તુલસી પંછી કે પિયે ઘટે ન સરિતા _નીર,
ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર
તૂલસી બેંકમેં ધન રખે ઘટે ન સંપત્ત હીર,
બ્યાજ મિલે ઔર ધન બઢે, સહાય કરે તકદીર.
5
તુલસી હાય ગરીબકી કભી ન ખાલી જાય,
મૂએ ઢોરકે ચામસે લોહા ભસ્મ હો જાય.
તુલસી બાત અમીરકી કભી ન ખાલી જાય,
ગરીબ લોક કે ચામસે જૂતે ભી સિલ જાય
6
રામ નામ સબ કહે ઠગ ,ઠાકુર ઔર ચોર,
બિના પ્રેમ રીઝે નહીં તુલસી નંદકિશોર.
દામ નામકા જપ કરે ઠગ,ઠાકુર ઔર ચોર,
બિના દામ રીઝે નહી પત્ની, પ્રેયસી,ઢોર.
7
સાહિબ તેરી સાહિબી સબ ઘટ રહી સમાય,
જ્યોં મેંદીકે પાતમેં લાલી રહી છિપાય.
સાહિબ તેરી સાહિબીયું ‘મત(વૉટ) મેં રહી સમાય,
જ્યોં મેંદીકે પાતમેં લાલી રહી છિપાય.
8
સંત મિલે સાહિબ મિલે ,અંતર રહી ન રેખ ,
મનસા,વાચા,કર્મણા સાધુ સાહેબ એક.
ધન મિલે, મિલે સાહિબી,મિલે મોટર સુરેખ,
પ્રધાનપદ ધારણ કરે ,હો સાધુ સાહિબ એક.
9
સાધુ આવત દેખ કે ચરનો લાગી પાય,
કયા જાને કિસ ભેખમેં, આપહી મિલ જાય.
પ્રધાન આવત દેખકે ચરનો લાગે પાય,
કયા જાને કિસ ભેખમેં ધન આખિર મિલ જાય.
10
જબ તૂ આયા જગતમેં લોગ હસે તું રોય.
ઐસા મરના સીખ કિ તું હસે જગ રોય.
જબ તું આયા જગમેં કામ કર ઐસા કોઇ,
મરતે દમ તક વોહ થાપ દે કિ સારી દુનિયા રોય.
શ્રી ચેતન ફ્રેમવાલાના વ્યંગ કાવ્યો.
૨ જી ઑક્ટોબર
લૂંટો હજી,
છે ઘડીયાળ,ચશ્મા ને છે લાકડી,
ને બીજું આ વસ્ત્ર રહ્યું છે બાકી,
લૂંટો હજી , એને લૂંટો હજી............
લૂંટો હજી,
આ મૂઠ્ઠીભર હાડકામાં રહી ગયેલી ચેતનાઓ,
એ આત્માને ,જેણે સહી છે ઘણી વેદનાઓ.
લૂંટો હજી એને લૂંટો હજી..............
લૂંટો હજી,
કે નામ એનું છે હજીયે ઊપયોગી,
અવમુલ્યન પહેલાં જલ્દી લ્યો ભોગી.
લૂંટો હજી એને લૂંટો હજી...............
લૂંટો હજી,
છે ઘણી એના આદર્શોની ચોપડીઓ,
આદર્શો વેંચી ભેગી કરી લો થોકડીઓ.
લૂંટો હજી એને લૂંટો હજી...............
લૂંટો હજી,
રાજઘાટ પર ધરી થોડી પુષ્પાંજલી,
સત્તા-ગાદી પર પાથરી થોડી ખાદી,
તાંતણે તાંતણે ચેતન લૂંટો હજી,
લુંટો હજી એને લૂટો હજી................
૨જી ઑક્ટોબર ૧૯૮૧
બે મુક્તક
છો સ્પંજ કેરું બેડ છે તોય પણ,
લેવી પડે છે ઊંઘ ની ગોળી મને.
ને ફૂટપાથી પત્થરોની સેજ પર,
જો કેટલો આરામથી ચેતન સુવે.
માર્ચ-વેરો
આ માર્ચ મારી નાખે છે,
ભૈ બોજ ભારી નાખે છે.
કે માંડ નવડા મળતા'તા,
એ મીંડા કાઢી નાખે છે.
_શ્રી ચેતન ફ્રેમવાલા
હઝલ_15
શ્રીચેતન ફ્રેમવાલાના ગુજરાતી બ્લોગ’ગુજરાતી કવિતાના’ સૌજન્યથી.
ब्याह है गयौ मेरौ
हिन्दी हझल
भोलू तेली गाँव में, करै तेल की सेल
गली-गली फेरी करै, 'तेल लेऊ जी तेल'
'तेल लेऊ जी तेल', कड़कड़ी ऐसी बोली
बिजुरी तड़कै अथवा छूट रही हो गोली
कहँ काका कवि कछुक दिना सन्नाटौ छायौ
एक साल तक तेली नहीं गाँव में आयो
मिल्यौ अचानक एक दिन, मरियल बा की चाल
काया ढीली पिलपिली, पिचके दोऊ गाल
पिचके दोऊ गाल, गैल में धक्का खावै
'तेल लेऊ जी तेल', बकरिया सौ मिमियावै
पूछी हमने जे कहा हाल है गयौ तेरौ
भोलू बोलो, काका ब्याह है गयौ मेरौ
_ काका हाथरसी
હઝલ_14
शुक्र अल्लाह का
उर्दू हझल
साँस लेते हुये भी डरता हूँ
ये न समझें कि आह करता हूँ
बहर-ए-हस्ती में हूँ मिसाल-ए-हुबाब
मिट ही जाता हूँ जब उभरता हूँ
इतनी आज़ादी भी ग़निमत है
साँस लेता हूँ बात करता हूँ
शेख़ साहब खुदा से डरते हो
मैं तो अंग्रेज़ों ही से डरता हूँ
आप क्या पूछते हैं मेरा मिज़ाज
शुक्र अल्लाह का है मरता हूँ
ये बड़ा ऐब मुझ में है 'अकबर'
दिल में जो आये कह गुज़रता हूँ
- अकबर इलाहाबादी
हुबाब=પરપોટો
હઝલ _ 13
ઊંટ કહે
ઊંટ કહે: આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
- દલપતરામ
હઝલ _ 12
સાથીઓ બદલ્યા કરે
સાથીઓ બદલ્યા કરે જે ડેંન્સ માં.
એ ભમરડી શું રહે બેલેંસ મા
પ્રેમ પણ વેચાય પાઉંડ પેંન્સ માં,
કેમ આવે મારી કોમન સેંન્સ માં.
કેમ જામે મેળ એ જોડીનો હવે,
હિન્દ મા મીસ્ટર મીસીસ એથેંન્સ મા.
માંગનારા ની નજર બચાવવા,
છ્ત્રીને આગળ ધરી ડીફેંન્સમા.
એમની જાતિ કરો નક્કી હવે,
બેસી રહે ભરાય જે વીમેંન્સ માં.
_ જનાબ આઈ.ડી.બેકાર.રાંદેરી,ખાનપુરી(મર્હુમ)થોડા શેરો:
આજ એનો થઈ ગયો ઘટસ્ફોટ છે,
કે’બેકાર’ તો સાવ નર્યો ભોટ છે.
ચુંટણી આવે અને ચાલી ગઈ,
તો પણ ફાટેલ એનો કોટ છે.
માની લીધું કે એની પાંસે પાઈ પણ રાતી નથી,
ને નર્મદ સમ એની પોલાદની છાતી નથી.
એજ હું ;બેકાર; છું ,દર્શન કરીને ધન્ય થા,
ઓળ્ખ્યો ના મને ?જા તું ગુજરાતી નથી.
જનારાઓ કહી દેજો નવા આવનારાને
અમે કાઢ્યા નથી કાંદા તમે આવીને શું કરશો.
બોધ બાળકો હવે દેતા થયા જીવન તણો,
કાલ ભત્રીજા હત તે આજ કાકા થઇ ગયા.
આ હઝલ અને શેરો મે મારી યાદ દાસ્તના આધારે લખ્યા છે. જો કોઈ વ્યક્તિની પાંસે એમનો સંગ્રહ’ધરતી ના ધબકારા, હોય તો ક્રુપા કરી હઝલ, શેર મા કોઈ દોષ હોયતો જરુરથી ઈ-મેલ કરવા વિનંતી.સુધારો કરીલેવામા આવશે.
વફા.
હઝલ_11
હઝલ
કલમના એક ગોદે બારના બાવન કરી લઈશું
પછી માળા જપીને દેહને પાવન કરી લઈશું.
ન્યાછાવર દેશ કાજે હર્ષથી તનમન કરી લઈશું
છતાં બે પેઢી ચાલે એટલુઁ સાધન કરી લઈશું.
અમે સેવાને નામે સ્ટેજ પર ક્રંદન કરી લઈશું
પછી ઝોળી ભરીને સર્વને વંદન કરી કરી લઈશું
તમારી યાદમાં સીગરેટનું સેવન કરી લઈશું
મહોબ્બતમાં અમે દાખલ નવી ફેશન કરી કરી લઈશું.
પ્રજાને થાપ આપી બંગલા ડર્ઝન કરી લઈશું
પછી આનંદથી ગોકુળને વૃંદાવન કરી લઈશું.
અમે તો હેતને કિર્તી તણા ભૂખ્યાં છીએં કિંતુ
મફતનુઁ જો મળે તો ભાવતું ભોજન કરી લઈશું.
ઊડે રોકેટમાં સોવિયેટ વાળા તો હા ઉડવા દો
અમે તો ઊંટને ગર્ધવ તણાં વાહન કરી લઈશું.
પ્રણય ગોષ્ઠિ મહીં ચંપલ તમે ઠોકી તો શો ગમ છે
તમારી પાદુકાનુઁ પણ અમે પૂજન કરી લઈશું.
_જ.આઈ.ડી.બેકાર સાહેબ(મરહુમ)
મહાગુજરાત ગઝલ મંડળના પ્રણેતા ,ગુજરતી ગઝલ ,હઝલ ને ગામ ગામ સુધી પહોંચાડનાર જ.બેકાર રાંદેરી સાહેબને કોણ નથી ઓળખતુ?
”તારા વિના લાગશે સુના સુના મુશાયેરા’ (બેકાર)
હા! આજે મુશાયરાના બેતાજ સુત્રધાર વિણ મુશાયરાઓ સુના અને ફિક્કા પડી ગયા છે. શ્રી રતિલાલ’અનિલ’અને શ્રી આસીમ રાંદેરી વિદ્યમાન છે.પરંતુ સમયના વહેણે એમને કયાં સ્વસ્થ રાખ્યા છે?
જ.નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી)નું એક યાદ ગાર મુકતક એમની સ્મૃતિમાં છે.
બેકાર સાથે!
દટાયો ’ધરતીના ધબકાર ‘સાથે
નથી એ શું ગઝલ ગુલઝાર સાથે.
મઝા મુશાયરાની જેને કહીએ
ખરેખર તે ગઈ ‘બેકાર’ સાથે.
(ધરતીના ધબકાર જ.બેકાર સાહેબનો કાવ્ય સંગ્રહ છે)
ડોકિયું:
સુરત રંગઉપવનમાં વર્ષો પહેલાં એક તરહી મુશાયરો હતો. તરહની પંક્તિઆ પ્રમાણે હતી ‘દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે’ માઈક ખોટકાઈ ગયેલું. કવિની આ પંક્તિ સંભળાય પણ બીજી પંક્તિ સંભળાય નહીં.કંટાળેલા શાયર મિઝાઝી પ્રેક્ષકે મિસરો સભામાંથી પુરો કર્યો.
દર્પણમાં જયારે જોઉંછું એમ મને થાય છે
ડાચું તો દેખાય છે શબ્દ કયાં સંભળાય છે?
હઝલ_10
રતિલાલ અનિલનાં મૂકતકો
વિલન બદલીને
નવી રાહતનાં નામે એક જૂની ત્રાસ બદલે છે.
વિલન બદલીને આ ભોળી પ્રજા ઇતિહાસ બદલે છે.
ચમનમાં ગુલ ઉગે કે થોર, શો ફરક પડશે?
સડેલાં ફેફસાં રાખીને દર્દી વાસ બદલે છે.
ચપરાશીનું સ્ટૂલ
આપણું છે આ જગતમાં એજ મૂલ્ય,
શબ્દના પ્રત્યય વિના સઘળુંજ ડૂલ.
બારણાંની બહાર એ બેસી રહી,
જિંદગી જાણે કે છે ચપરાશીનું સ્ટૂલ !
જર્મની નથી !
તૂટતી નથી દીવાલ અહી જર્મની નથી,
’આઝાદી’ નામની કોઇ દીવાનગી નથી.
કિલ્લાને સાચવી રહ્યા ચુંટણીનાં પોસ્ટરો,
સેનાપતિ ને શાહની પહેરેગીરી નથી.
હાજરી પત્રક !
આ હાજરી પત્રક કહો,કેવું ઈનામ છે,
નિષ્કામ નામે ચડેલુ એક કામ છે.
મારીજ ગેર હાજરી અસ્તિત્વ થઇ ગઇ,
મહેફિલમાં હું નહોતો છ્તાં મારું નામ છે.
કબરને!
ઊભી રહી કરે છે નજર તારું શું ગયું?
ધનવાન થૈ છે કબર તારું શું ગયું?
જાનારતો જાન સમો જાન પણ ગયો,
તું તો જીવેછે જાન વગર તારું શું ગયું?
હઝલ_ 8
ઝુડવા આવી
બૂઢાપામાં આ કાકાની કળાઓ ખીલવા આવી.
અને દાઢો જવાનીની હવે તો ફૂટવા આવી.
વિતી ગઇ જે જવાની તે ફરી રીવર્સ થવા આવી,
પૂરા છપ્પન થયા ત્યારે મને છંછેડવા આવી.
કમૂ કલકોલવા આવી અને રૂપા ફોલવા આવી,
સમરમાં વીઝા લઈ જાને મને ખંખેરવા આવી.
આ કાકી યુ.કે.માં આવીને પણ સીધી નથી રહેતી,
કોઇનું જોડવા આવી, કોઇનું તોડવા આવી.
મણી કાકીનું બાકી હતું ,તો છેવટે તે પણ,
યુ.કે.ને બોરડી સમજીને એને ઝુડવા આવી.
હિકાયત હૂરોની પઢતો હતો હું એકલો બેસી,
કિચનમાંથી હૂરીની માં ત્યાં માથું ફોડવા આવી.
હીટરની પાંસે બેસીને ઉમરજીએ ઉંઘી લીધું,
હસન તુ જાગ આ વાએઝતો પૂરી થવા આવી.
‘સૂફી’કિમત જો રુપિયાની ઘટી ગઈ તો નવાઈ શી,
અમારી વેલ્યુ પણ એક કોળીની થવા આવી.
_’સુફી’મનુબરી(બોલ્ટન,યુ.કે.)
(ગુજLISH ગઝલો _36)
હઝલ_ 7
અખાના છપ્પા
અખો
અખો ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે. જીવનના શરૂઆતના ગાળામાં તે સોની હતો. પછીથી પોનાની ધર્મની બહેનથી વિશ્વાસઘાત થતાં તેનો સમાજ પરથી વિશ્વાસ ઉડી ગયો. તેણે એક ગુરૂનું શરણ લીધું.પણ જ્યારે અખાને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
આ સાથે તેણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. "એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" જેવા છપ્પાઓમાં અખો તે સમયે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લેતો જોવા મળે છે.
આંધળો સસરો ને બહેરી વહુ,
કથા સાંભળવા ચાલ્યા સહુ
કીધુ કાંઇ ને સાંભળ્યું કશું,
આંખનું કાજળ ગાલે ઘસ્યું.
તિલક કરતાં ત્રેપન થયાં
તિલક કરતાં ત્રેપન વહ્યા,
ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ,
તોય ન પોહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,
તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ
એક મૂરખને એવી ટેવ,
પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન.
એ અખા બહુ ઉતપાત,
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
દેહાભિમાન હતું પાશેર
દેહાભિમાન હૂતો પાશેર,
વિધા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો,
ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય,
આત્મજ્ઞાન મૂળગું ખોય
એક નગરમાં લાગી લાય
પંખીને શો ધોકો થાય
ઉંદર બીચારાં કરે શોર
જેને નહીં ઉડવાનું જોર
અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે
જેની અનુભવ પાંખો આકાશે ફરે
આં ઊંડો કૂવોને ફાટી બોખ શીખ્યું સાંભળ્યું સર્વે ફોક
દેહાભિમાન હતો પાશેર તે વિદ્યા ભણીને વધ્યો શેર
ચર્ચાવાદમાં તોલે થયો ગુરુ થયો ત્યાં મણમાં ગયો
અખા એમ હલકાંથી ભારે થાય આત્મજ્ઞાન સમૂળું જાય
સો આંધળામાં કાણો રાવ આંધળાને કાણા પર ભાવ
સૌનાં નેત્રો ફૂટી ગયા ગુરુઆચારજ કાણાં થયા
શાસ્ત્ર તણી છે એકજ આંખ અનુભવની ઉઘડી અખા નહી આંખ
હઝલોત્સવ_6
બાટલી છે ગામ
5_હઝલ
જે કહે જોષી છતાં વાત મેં માની નથી,
એક દિ મળશે ખજાનો કોઇ નિશાની નથી.
લે તને સાચી ખબર કે જાણ કારી પણ નથી.
શ્રીમતી એની હથોડાની છે દીવાની નથી,
સાથ નારીની મને નિરખી ભવાં ઉંચા થયા,
ભાઇ મારી શ્રીમતી છે,કોઇ બીજાની નથી.
પ્રેતનો છે વાસ એની જાતમાં તે છતાં,
એ ધુણે પણ શ્રીમતી એની બીવાની નથી.
જો છટક બારી મળે ઘુસે પ્રદેશીઓ અહીં,
છે જરૂરત તો અહીં દુલ્હનની વીઝાની નથી.
દાદ આપો હૉલ તાળીઓથી ગુંજાવો તમે,
તો મને લાગે સભામાં કોઇ વિરાની નથી.
વાત તો છે સાવ નાની પણ સમજવાની ખરી,
બાટલી છે ગામ ‘મુલ્લાં’નું ને પીવાની નથી.
_’મુલ્લાં’હથુરણી
હથોડા(એક ગામ,તાલુકો:મોટામિયાંમાંગરોલ જિ:સુરત)
દીવા= (એક ગામ,તાલુકો: અંકલેશ્વર જિ:ભરૂચ)
બાટલી(યુ.કે.નું શહેર,મર્હુમ મુલ્લાં હથુરણ સાહેબનું ગામ. મૂળ ગામ: હથુરણ જિ:સુરત)
(ગુજLISH ગઝલો ના સૌજન્યથી)
કબૂતરનું મિસાઈલ
4_હઝલ
જીવ પર આવી ગયાનો ખેલ છે,
વાત આ કંઈ એટલી વણસેલ છે,
તાપમાં પીગળીને રેલો થઈ જશે,
કંઈ નથી બસ મીણનો એક મહેલ છે.
સંતની સાથે અટકચાળા ન કર,
આ મુલક પણ કેટલો વંઠેલ છે.
ચૂપ રહેવું બબ્બે મોઢે બોલવું,
આ બધી વાતોમાં એ કાબેલ છે.
જે રીતે દુનિયા આછોવાનાં કરે,
એમ લાગે દેવનો દીધેલ છે.
આમ જો પૂછો તો છાંટોય નથી,
આમ જો પૂછો તો રેલમ છેલ છે.
લ્યો કબૂતરનું મિસાઈલ થઈ ગયું,
આ અમેરિકા ય મહંમદ છેલ છે.
__ અદમ ટંકારવી
(ન્યુજર્સી 15-8=1999)
(અમેરિકા રંગ ડોલરિયો _145)
ભવાઈ છે
3_હઝલ
ચીનાઓ જેમ છોને થયા ભાઈ ભાઈ છે,
આદત_ સ્વભાવે આમ સદાના કસાઈ છે.
જીતો જો ચુંટણીતો મલાઈ મલાઈ છે,
બેસી જશો ને તો કમાઈ કમાઅઈ છે.
તલવારની લડાઈ તો ઈતિહાસ થઇ ગયો,
આજે હવે ચુનાવની ચાલુ ભવાઈ છે.
લાણી વચન થી થાય છે માગ્યા વગર જુઓ,
ખુરશીજ આબરૂ થકી આજે સવાઈ છે.
’આસિત’ની હાક ચોતરફ વાગે છે ગામમાં,
સૌએ કરે સલામ ,બધાનાજ ભાઈ છે.
_આસિત હૈદ્રાબાદી(સુરેશ કોટક)
અમલ એવા નથી તો ?
2_હઝલ
જપે એ જાપ તો આઠે પ્રહર પૈસા ટકાનો છે,
કરેછે બંદગી ત્યારેજ એ બંદો ખુદાનો છે.
કહે છે લોક શાહીનો હવે તો જમાનો છે,
છતાં નેપથ્યમાં રણકારતો પૈસા ટકાનો છે.
ન દસ,દુનિયામાં ,સિત્તેર આકેબતમાં પામવાનો છે,
થતાં ‘ભિક્ષુક’ધારો શેખ પર રખડી જવાનો છે.
અમલ એવા નથી , તો આ બધો ઉત્પાત શાનો છે?
કહે દોઝખના રસ્તે ,ક્યાંથી જન્નતમાં જવાનો છે.?
પ્રભુતામાં કદમ માંડ્યા કે ખોલ્યું પોલ્ટ્રી _ફારમ,
હરમખાને,તામારા શેખજી ઘોંઘાટ શાનો છે.
ઉતારી સ્વર્ગ ધરતી પર ,પછી વિજ્ઞાની તું કહી દે,
ભલા મૃત્યું પછી દોઝખ વિના ત્ય કયાં જવાનો છે?
અસર અવકાશ યુગની થઇ ગઇ ‘લયલા; ઉપર કેવી?
જુએ છે ચન્દ્ર ઉપર ત્યાંથીજ મજનુ આવવાનો છે.
નવી દુનિયાની વાતો’મુલ્લા',એ વિજ્ઞાનીઓ જાણે,
કે દાવો ‘શેખ’નો તો ‘દો જહાં’ને જાણવાનો છે.
_ ‘મુલ્લા’રમૂજી
(મર્હુમ મસ્ત હબીબ સારોદી સાહેબની એક હઝલ.જે એમણ ‘મુલ્લા’ રમૂજી ના ઉપનામથી લખતા હતા)
કાકા છે
1-હઝલ
કોઇને મન ભલેને એ આલુ_બટાક છે.
અમારા તો મુરબ્બી વર્ય હરજીભાઇ કાકા છે.
ઉતારા અંઇસી તંઇસી લઇને ફરફરિયું ચલાવે છે,
અરે એ અપનાવાલો પણ નર્યો દોસું કરાકા છે.
દબાવી સ્વીચ દુનિયાની દૂરની પાંસે કરી લીધી,
બરાબર રેડિયોવાલાને ત્યાં લંડન ને ઢાકા છે.
સબંધોને સગાઇ પણ ભૂલાવે સ્ટેજની દુનિયા,
અહીં બૈરી ભગિની છે, અહીં ભરથાર કાક છે.
તમે પણ તીખી તમતમતી સુણાવીદો મિયાં મજનુ,
હવામાં જ્યાં જુઓ ત્યાં ભાષણો કેરા ભડાકા છે.
ભલેને મોઢિયું ટિચાયેલા ફાનૂસ જેવું છે,
છતાં વેપારમાં તો વાલજી પથ્થરથી પાકા છે.
નરી કટપીસની ફેરી નથી કંઇ ‘શોખચલ્લી’ની,
જથાબંધ શાયરીના પણ અહીં તાકા ને તાક છે.
__નિસાર અહમદ શેખ ’શેખચલ્લી’
‘હઝલોત્સવ’
‘હઝલોત્સવ’_ બઝમે વફાના હઝલોત્સવ સપ્તાહમાં, ગુજરાતીની નામાંકિત હઝલો આ અઠવાડિયે મુકાશે. એની પ્રથમ કડી રૂપે મર્હુમ જ.’’શેખચલ્લી’સા.ની આપ્રથમ હઝલ છે.શ્રેણીનાં અંતે એક હિન્દી અને એક ઉર્દૂની હઝલ પણ મુકાશે. ’હઝલ’ એટલે શું? ગઝલના છંદોમાજ લખાતા વ્યંગ કાવ્યો છે. વાઁચકોને થશે કે આ’ હઝલ’ તે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,
’તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ’
વ્યંગ,કટાક્ષ,ઉપહાસ,રમૂજ,હાસ્ય ,બધુંજ હઝલમાં આવે.એના ભય સ્થાનો પણ ઘણા છે.હઝલ,કુંઠલી કે વ્યક્તિગત રાગ દ્રેષ થી સર્જાયલી આક્ષેપ રચના ન બને એ માર્યાદા જાળવવી રહી.
ગુજરાતીમાં જ.આઈ.ડી.બેકાર,’શેખચલ્લી’ એ હઝલ સમ્રાટ ગણાયા છે. આશિત હૈદરાબાદી,અદમ ટંકારવી, પાંસે પણ હઝલો છે. અદમ આહેબ હઝલને ઘણી માર્મિક રૂપે રજુ કરીને અટ્ટહાસ્ય  બનવા દેતાનથી,પરંતુ ગંભીરતા તરફ લઇ જઇ કોઇ વિચાર મણકો આર્પી જાય છે. બ્રિટન વાસી સદગત ‘મુલ્લાં’હથુરણી તો હઝલનાજ જીવ હતા. પિંગળ શાસ્ત્રની પૂરતી માવજતથી હઝલ ને કંડારી છે.સુફી મનુબરી,અને બાબર બાંબુસરી રોજિંદા જિવનની સમતા,વિષમતા, કલેશ, બેવડા ધોરણની વૃતિઓ પર ચાબુક મારે છે..અને બ્રિટનાનાં મુશાયરાઓને જાફરાની બનાવી દે છે.
હિન્દીમાંતો એક આખું હઝલીસ્તાન છે,કાકા હાથ રસી,બેઢબ બનારસી વિ.અને હિન્દીના આ હઝલીસ્તાનનો ઉપયોગ(દૂર ઉપ્યોગ) રાજકારણીઓ એ ખૂબ કર્યો.હિન્દી કવિતા સંમેલનને ફારસમાં ફેરવી નાંખ્યું.. ઉર્દુના પ્રમુખ હઝલકાર અલાહાબાદ હાઇકૉર્ટનાં માજી ન્યાયાધીશ,અરબી,ફારસી,રઉર્દૂના મહાન વિદ્વાન,સમાજ સુધારક એક સંપૂર્ણ નેકદિલ ઈંન્સાન અલ્લામા અકબર ઈલાહાબાદી છે.
‘કીસીને જાકે રપત લિખવાઇહૈ થાને મેં.
’અકબર’ખુદાકા નામ લેતાહૈ જમાનેમેં.
જેવા માર્મિક શેરોથી હઝલનાં વિશ્વની ઈજ્ઝત વધારી છે. અને હઝલને સાહિત્યિક ઉંચુ સ્થાન અપાવ્યું. નહીં તો ચિરકીન જેવા શાયરે ગંભીર કાવ્યોમાં પણ મળ,મૂત્રની ઉપમા વાપરી,ગાંભીર્યનો ઉપહાસ કર્યો છે. તમામ શાયર,કવિ મિત્રોને આમંત્રણ આપતાં આનંદની લાગણી અનુભવું છું કે એમની પાંસે કોઇ સુંદર હઝલ(છંદ બધ્ધ) હોય તો મોકલવા વિનંતી છે. ‘બઝમે વફા’ને પોસ્ટ કરતાં આનંદ થશે.
અને એ કેમ ભૂલી શકાય કે ,અખાનાં છપ્પા,(ચાબખા) એ ગુજારાતી ભાષામાં હઝલનો માઇલ સ્ટોન છે.
સંપાદક
Growing up in India, corruption seemed everywhere around us.  I grew up in Mumbai and saw some of this up close. This hazal is intended to poke fun at those corrupt BMC officers and politicians at large in India...  ;)
મુંબઈના નગરસેવક ...
કામ આ કેવું ફળે છે આપને ...
સહુ કરે, જેવું ગમે છે આપને!
આ નગર આખું તમારા પગ તળે
સાંજના સૂરજ નમે છે આપને!
કોઈ પણ બિલ્ડીંગ બને છે જો કશે
એક-બે માળા મળે છે આપને
કોઈ પણ હો, આપને પરવા નથી
જે મળે આવક, સદે છે આપને
આપને ઉપડે કદી જો ચળ કશે
કેટલા લોકો ખણે છે આપને
શહેર ના સેવક થયા છો ત્યારથી
શહેર ની સેવા મળે છે આપને!
હિમાંશુ ભટ્ટ ... 2005
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ‘કહેવાય નહીં’
આપણ જાણીતા કવિઓની ગઝલો...
“આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે, કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચીટકાવી દે, કહેવાય નહીં"
(રમેશ પારેખ )
મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહીં,
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં.
(અમૃત ‘ઘાયલ’)
આપણી રચનાઓ.....
-પંક્તિ-
ક્લીકે ક્લીકે પાનાં ખૂલતાં , પાને પાને શબ્દ વિલસતા,
સર્જનના આ શબ્દ, આપણા શ્વાસોને મ્હેંકાવી દે,  કહેવાય નહીં !
(સુરેશ જાની)
-ગઝલ-
ફુલો પણ શૂળ સમ દર્દ દે તો કહેવાય નહીં
અંગાર માં શીત હીમ નુ મળે કહેવાય નહીં
લલાટે લેખ જાણે કેવા લખ્યા વિધાતાએ
અઢળક અમીરી છતા અમીર કહેવાય નહીં
પાતાળે બેઠા ત્યાં સ્વર્ગદ્વાર દેખાયે કદીક જો
પ્રભુ કૃપા આવી હોય એવુ તો કહેવાય નહીં
દિકરા બની આવ્યા અને દિકરા જણ્યાં છતા
વાંઝીયા મેણા લમણે ઍવુ તો કહેવાય નહીં
અપેક્ષાઓનો ઉત્પાત છે આ બધો ‘વિજય્’
કીનારે આવેલુ વહાણ ડુબે તો કહેવાય નહીં
(વિજય શાહ)
-કાવ્ય-
માણસ જેવો માણસ
કયારે ખરી જાય, કહેવાય નહીં.
આજે હયાત ભલે હોય
કાલે તસ્વીર બની જાય, કહેવાય નહીં.
સમયના આ સાગરમાં
કોણ તરી કે ડૂબી જાય, કહેવાય નહીં.
મનપાંચમના આ મેળામાં
કોણ કયારે ગમી જાય, કહેવાય નહીં.
સંબંધો આ જીવનમાં
કયારે ઉગી કે આથમી જાય, કહેવાય નહીં.
મૈત્રી છે મોંઘેરી મિરાત
કયારે મન મહેકાવી જાય, કહેવાય નહીં.
આવ્યા છીએ અહીં પણ
કયારે અલવિદા કરી જઇએ, કહેવાય નહીં.
(નીલમ દોશી)
-ગઝલ-
ઊર્મિનાં ઝરણાંઓ કયારે ઝાંઝવા બને કહેવાય નહીં,
ઝાંઝવાનાં રણમાં કયારે ફૂટે ઊર્મિ-ઝરણ કહેવાય નહીં.
પ્રણયમાં હજીયે મળે છે મને એક એની ઉપેક્ષાનું દર્દ,
એના બારણા પણ ક્યારે એ વાસી દે કંઇ કહેવાય નહીં.
જીવનની આ અશોકવાટિકા ત્રિજટાવિહોણી થઇ છે હવે,
અશોક પણ ક્યારે સીતાને દઇ દે અંગાર, કહેવાય નહીં.
મનસૂબો કર્યો છે સૂર્ય અને ચંદ્રએ, ગ્રહણને ન ગ્રહવાનો,
ટમટમતાં તારલાઓને હવે લાગે ગ્રહણ તો કહેવાય નહીં.
છે આખરે તો બુધ્ધિજીવી વર્ગનું એક પ્રાણી- આ માણસ,
પાનખરમાં પણ કદીક મહેંકાવે વસંતને, કહેવાય નહીં
માનવીનો છે ક્યાં ભરોસો? બનાવે છે એ ખુદનેય અહીં,
ભગવાનને પણ ક્યારે એ બનાવી દે, કંઇ કહેવાય નહીં.
અચરજ છે, ફૂટતાં ક્યાંથી આ ઝરણાં શબ્દોનાં આપમેળે?
ઊર-પાતાળે જ કોક’દી એ સૂકાઇ જાય તો કહેવાય નહીં.
ઇચ્છા તો છે કે સદા ભરતી જ રહે મુજ ઊર્મિના સાગરમાં,
પણ તારી ઊર્મિમાં ય હવે ક્યારે આવે ઓટ કહેવાય નહીં.
(ઊર્મિસાગર)
-ગઝલ-
હસતાં-હસતાં, રમતાં-રમતાં, રોઈ પડાય તો કહેવાય નહિ,
ફુલોનાં આ બાગ-બગીચા, કાંટો વાગે કહેવાય નહિ.
શાંત સરલ આ વહેતાં ઝરણા, મોજા ઊઠે કહેવાય નહિ,
મધદરિયે કો નૈયા તુટે ને નાવિક છુટે કહેવાય નહિ.
અક્ષર-અક્ષર, શબ્દો સાથે, પંકિત બને કહેવાય નહિ,
શેર-શાયરી સાથે આવી, ગઝલો બને કહેવાય નહિ.
રોજનાં રસ્તે કો’દિ રાહિ, રસ્તો ભુલાય તો કહેવાય નહિ,
પોતાનાં થાય પારકાં, આંખો ચોરાય તો કહેવાય નહિ.
પીતાં વિષને ઘુંટડે-ઘુંટડે, હવે વધુ સહેવાય નહિ,
રંગ ન બદલે, થાય ન ભુરો, “નીલકંઠ” કહેવાય નહિ!
(જિજ્ઞાશા જાની)
-પંક્તિ-
હલવો ભાવે, ભજીયાં ભાવે, ગળ્યું, તીખું, ખાટું યે ભાવે;
કમ્મરનો ઘેરાવો ક્યારે વધી જાય, કહેવાય નહીં !
(ઋચા જાની)
-હઝલ-
ચાઁદ હથેળીમા બતલાવીદે તો કહેવાય નહીઁ..
ઈદ પહેલાઁજ ઈદ કરાવીદે તો કહેવાય નહીઁ.
આમતો હજરતે શેખ પર ભરોસો છે સો ટકા,
પરણેલી સાથે પરણાવીદે તો કહેવાય નહીઁ.
રાત્રિના અન્ધકારમાઁ તમે શુઁ આપ્યુઁ મુજને પ્રિયે,
ફૂલની જગ્યાએ કંટકો પકડાવીદે તો કહેવાય નહીઁ.
બુઢ્ઢીઓ પણ બ્યુટી પાર્લરમા જતી થઈ ગઈછે હવે,
ઘોડી ઘરડી ને લગામલાલ પહેરાવીદે તો કહેવાય નહીઁ.
લાજ રાખવા એ ઘડપણની આપણી સાચે ‘વફા’
મ્રુત્યુ પહેલાઁજ મિત્રો દફનાવીદે તો કહેવાય નહીઁ.
(મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’)
-લઘુકાવ્ય-
કોઇ ગઝલ ને,કોઇ નઝમ,કોઇ કોઇ મુક્તક રેલાતાં,
વિષ હશે કે,હશે સુધા,શબ્દો શું પીવડાવી દે,કહેવાય નહીં.
કોઈ પાનખર ને,કોઈ વસંત,કોઈ વર્ષાનાપાણી રેલાતાં,
જીવન ના આ ઉપવનને,ગ્રીષ્મ શું ગરમાવી દે,કહેવાય નહીં.
ગીત,ગઝલ કે શેરશાયરી,હોઠોથી શબ્દો રેલાતાં,
બંધ આંખથી વહેતાં આંસુ,શબ્દોને વહેડાવી દે,કહેવાય નહીં.
હોય કુવોને,છે પનિહારી,સાગરના પાણી રેલાતાં,
મસ્ત તળાવો,શાંત સરોવર,ઝરણું શું વહેડાવી દે,કહેવાય નહીં.
(કિરીટકુમાર ગો. ભક્ત)
-કાવ્ય-
ભરોસો પૈસાનો થાય આ જગતમાં, માનવીનુ કાંઇ કહેવાય નહિ,
ડૉક્ટરો, વકીલો, મૌલવીનો થાય, ઈશ્વરનું બહુ કાંઇ કહેવાય નહિ.
ઐશ્વર્ય જોયુ તારું આ જગતમાં ને બંદગી કર્યા વિના પણ રહેવાય નહિ,
ને ઈશ્વર હોય પણ ખરો ને ના પણ હોય જગતમાં- કહેવાય નહિ.
હર ઘડી મરવાનું મુલતવી રાખ આજ, કાલનું કહેવાય નહિ,
જીવવુ હોઈ એટલુ જીવી લ્યો આજ, કાળનું કહેવાય નહિ.
(મહેન્દ્ર હાથી)
હઝલ
ધોવાઇ જશે પાપ બધાઁ એવી હોપ છે
તૌબાની ખુબ તેજ અહીઁ બારસોપ છે
ઝ્ભ્ભો ય છે વિશાળ ને માથે ય ટોપ છે
સુધરેલો મૌલ્વી ય પણ જાણે કે પોપ છે
જોઇ મને કહે છે અલ્યા તુ તો ગોપ છે
એ એમની કૃપા છે કે ઇશ્વરનો કોપ છે
જાદુ ભરીછે આપણી સરકારની નજર
જેના ઉપર પડી કે તે વસ્તુ અલોપ છે
દરરોજના તમાશા નવા દેખતા રહો
દુનિયાઁ ખરુઁ કહુઁ તો એક બાઇસ્કોપ છે
જોઇ તમોને આંખને ઠઁડક વળી ગઈ
દર્શન તમારાઁ જાણે કોઇ આઇડ્રોપ છે
ફુરચા ઊડી જવાની હતી ‘શેખ’ને ખબર
કિઁતુ એ ગપના ગોળા ને શબ્દોની તોપ છે
_નિસાર અહમદ શેખ”શેખચલ્લી”
ગુજલીશ કવિતાના પ્રણેતા તો બોલ્ટન(યુ.કે) નિવાસી જ.અદમ ટઁકારવી સાહેબ છે.પરઁતુ એના બીજ જ.બેકાર સાહેબ અને શેખ ચલ્લી સાહેબ વાવી ચુક્યા હતા.