બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-4
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતની વિવિધ સાઈટ્સનો (માત્ર વર્ડપ્રેસ નહીં) મેં ઊંડો અભ્યાસ કર્યો છે. ભાષાની અશુદ્ધિ ગુજરાતી નેટ જગતને ઝંખવી દે છે.
આપણે તો આપણા આનંદ માટે મન ફાવે તે રીતે લખી દીધું, પણ આપણે આપણા ભાષાપ્રેમી વાચકનો કે તેની જિજ્ઞાસાનો વિચાર કર્યો ખરો?
મને જે વાત શૂળની માફક ચૂભી રહી છે તે ગુજરાતી ભાષામાં વેબ- સર્ચની છે. ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર સર્ચ એંજિન કેટલું કાર્યદક્ષ નીવડે છે?
ગુજરાતી નેટ જગત પર સર્ચ માટે સર્ચ એંજિનની સફળતા અને ઉપયોગિતા વિષે આપણે સભાન થવાની જરૂર છે. નેટ પર લખતી વખતે વેબ-સર્ચને મર્યાદિત કરતાં તમામ પરિબળને આપણે લક્ષ્યમાં લેવા જોઈએ.
હું એક ઉદાહરણથી સમજાવું. મેં ગુગલ સર્ચ પર અંગ્રેજી શબ્દ “INDIAN” ને ગુજરાતીમાં સર્ચ કરવા પ્રયત્ન કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે મને પ્રથમ વખત ‘જ્ઞાન’ થયું કે આ શબ્દ ગુજરાતીમાં વિવિધ રીતે લખવામાં આવે તો દરેક વખતે તદ્દન જુદાં સર્ચ રિઝલ્ટ મળે  છે (ઇંડિયન, ઇંડીયન, ઇન્ડિયન, ઇન્ડીયન. . .  વગેરે). આ કેમ ચાલી શકે?  આ દુ:ખદ બાબત છે.
બીજું એક ઉદાહરણ લઈએ: ધારો કે તમારે ગુજરાતી નેટ પર “જ્યોતિષ” વિષય પરની સાઈટ્સ શોધવી છે. બધા લેખકોએ પોતપોતાની રીતે “જ્યોતિષ” શબ્દને લખ્યો છે. તમને દર વખતે જુદા જુદા રિઝલ્ટ મળશે. એક જગ્યાએ ‘જ્યોતિષ’, બીજી જગ્યાએ ‘જ્યોતીષ’;  ક્યાંક ‘જ્યોતિશ’ તો ક્યાંક ‘જ્યોતીશ’ ....
આપણે ક્યાં સાક્ષર છીએ? હું મારા બ્લોગ પર મન ફાવે તે... મન ફાવે તે રીતે લખું!!! દરેક પોતપોતાના આનંદ માટે લખે છે!!! તેમાં તકલીફ સુજ્ઞ વાચકને થાય છે. સર્ચ એંજિનને ચલાવનારાઓને થાય છે.
આવી જ  મુશ્કેલી વિદેશી ભાષાઓનાં નામોમાં ઊભી થાય છે. જે બ્લોગ્સ પર  વિશ્વસ્તરના વિષયો હોય, તેમને મોટી સમસ્યા થાય છે. મારા બ્લોગ્સ પર વ્યાપક વિષયો હોવાથી મને મુશ્કેલી નડે છે.
“અનામિકા” પર પ્રકાશિત મારા એક લેખમાંથી  ઉદાહરણ જોઈએ: George Ivanovitch Gurdjieff . આ નામ જુદા જુદા ગુજરાતી લેખકોએ ભિન્ન ભિન્ન રીતે લખ્યું છે. ગુર્જિયેફ, ગુર્જેફ કે ગુર્જિફ કે વળી .....  શું કરવું? ગુજરાતીમાં વેબ સર્ચ કરનાર વાચકને ક્યાંથી વિશ્વાસપાત્ર પરિણામો મળશે? કદાચ એડવાન્સ્ડ સર્ચના વિશેષ ફીચર્સથી થોડી મદદ મળશે. પણ ઉતાવળે નેટની મુલાકાત લેતા વાચક પાસે સમય અને ધીરજ હોય છે? અત્યારે આનો ઉપાય શું?
આ મુદ્દો સંવેદનશીલ છે. વાંચીને કોઈક મારા પર કે બીજા પર કીચડ ઊછાળશે.
મને બિનજરૂરી ચર્ચામાં જરા પણ રસ નથી.
મારે કોઈના મતને સાચો કે ખોટો નથી ઠેરવવો. કોઈ ન્યાય નથી તોળવો.  આપણી વચ્ચે મતમતાંતર છે. ભલે.
પણ આપણે એકબીજાના વિચારોની ઠેકડી ઊડાડીએ કે એકબીજા પર શાબ્દિક હુમલા કરીએ તે સમસ્યાનો ઉપાય નથી. સર્વસ્વીકૃત ઉપાય મળવો હાલ શક્ય નથી તો શું કરવું?
આવા મુદ્દાઓ વિષે ગંભીરતાથી વિચારીએ, સૌના  વિવિધ દ્રષ્ટિકોણ સમજીએ  અને  લાંબા ગાળાના નિરાકરણ માટે કદમ ઊઠાવીએ. આભાર.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ઇન્ટરનેટ સમસ્ત વિશ્વને સાંકળતું અભૂતપૂર્વ માધ્યમ છે.
ઇન્ટરનેટ આધુનિક સમાજનું અગ્રીમ સંચાર માધ્યમ છે.
માનવજીવનના બહુવિધ ક્ષેત્રો અને વ્યવહારો મહદ અંશે ઇન્ટરનેટ પર આધારિત થતાં જાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા તેનું મહત્વનું લક્ષણ છે. અતિ બહોળો વ્યાપ તેમ જ નિઃશુલ્ક, સરળતાથી  ઉપલબ્ધ તેની સેવાઓ વધુ ને વધુ સર્જકો, વાચકો અને ઉપભોક્તાઓને આકર્ષી રહી છે.
મેં મારા વિદ્યાર્થીમિત્રોને ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ કરતાં જોયાં છે. તેઓ વિવિધ માહિતી મેળવવા નેટ પરની અંગ્રેજી સાઈટસ (વેબસાઈટ્સ અને બ્લોગ્સ)નો ઉપયોગ વધારે કરવા લાગ્યાં છે.
સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ખાસ કરીને રેફરન્સ તેમ જ પ્રોજેક્ટ વર્ક માટે ઇન્ટરનેટ પર આધાર રાખે છે. એમબીએ, એમફિલ કે પીએચડી કરી રહેલા મારા વિદ્યાર્થી મિત્રો માટે તો ઇન્ટરનેટ ઓક્સિજનની ગરજ સારે છે. પીજી લેવલ પર ઉચ્ચ અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓને તમામ અસાઇનમેન્ટ, કેસસ્ટડી, થીસીસ, ડિઝર્ટેશન અને પ્રોજેક્ટ વર્ક માટે નેટ પર સર્ફીંગ કર્યા સિવાય ચાલે જ નહીં!
ઢગલાબંધ અંગ્રેજી રેફરન્સ સાઈટ્સ પર જતાં તેમને અઢળક માહિતીનો ખજાનો મળી જાય! કામ કેટલું સરળ થઈ જાય.
પરંતુ .....  ગુજરાતી ભાષામાં આવી રેફરન્સ સાઈટ્સ કેટલી?
ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને આવી માહિતી ગુજરાતી નેટ પર મળી શકે? તેમને તેમના પ્રોજેક્ટ વર્ક માટે પ્લાઝમા કે સુપરકંડક્ટિવિટી, મેનેજમેંટના આધુનિક સિદ્ધાંતો કે ફિલિપ કૉટલર વિષે માહિતી ગુજરાતી નેટ જગત પર મળી શકે?
ગુજરાતના દૂર દૂરના ખૂણાઓમાં, ગ્રામ્યવિસ્તારોમાં પણ નાની-મોટી ગુજરાતી શાળાઓ છે. સંખ્યાબંધ ગામોમાં- શાળાઓમાં લાયબ્રેરીની સુવિધા નથી, અથવા નામમાત્રની છે. ત્યાં ગ્રામ્યલોકોને કલાપી અને મેઘાણીથી લઈ રમેશ પારેખની ઓળખ હોઈ શકે. પરંતુ આ ગુજરાતી શાળાઓના બાળકોને શેક્સપિયર કે વર્ડ્ઝવર્થ, ટોલ્સ્ટોય કે ગોર્કી, બર્નાર્ડ શો કે હેમિંગ્વે  વિષે પ્રાથમિક માહિતી પણ મળી શકતી નથી. અરે! આ બાળકોને જૂલે વર્ન કે ચાર્લ્સ ડિકન્સની  કૃતિઓ વિષે એક અક્ષરની જાણકારી નથી.
ગુજરાતી ભાષામાં બ્લોગિંગની પ્રવૃત્તિ પ્રસરી રહી છે. ગુજરાતી બ્લોગર્સની સંખ્યા વધતી રહી છે. ગુજરાતીમાં સારી સંખ્યામાં બ્લોગ્સ પ્રકાશિત થઈ રહ્યા છે.
છેલ્લા દોઢ વર્ષમાં વર્ડપ્રેસની લોકપ્રિયતા વધવા સાથે ગુજરાતી નેટ જગત ફૂલીફાલી રહ્યું છે.
પરંતુ “કન્ટેન્ટવાઈઝ” ગુજરાતી નેટ જગતને હજી લાંબી મંઝિલ કાપવાની છે. આ એક વિચારવા જેવી બાબત નથી?
ગુજરાતી નેટ જગતને બાવીસમી સદીના ગુજરાત માટે સુસજ્જ કરવું હશે તો આપણે આજથી ગંભીર થઈ વિચારવું પડશે.