.. ગેટ્સ ગયો, થાંભલા અને દરવાજા અને જાળીઓ રહી ગઇ.
તમને ખ્યાલ જ હશે કે, બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટમાંથી વિદાય લીધી એટલે બહુ તમાશો કરીને ગયો. તો આપણને કેટલા ટકા? માઇક્રોસોફ્ટની ઇવિલ મોનોપોલિસ્ટીક પોલિસીઓ તો ચાલુ જ રહેવાની છે. એ જ EULA વપરાશકારોને માથે પડવાનું છે અને પાયરસીનો ડર બતાવીને માઇક્રોસોફ્ટ પૈસા બનાવતું રહેશે (હા, ખરી વાત છે કે એપલ કંપની, માઇક્રોસોફ્ટની સાવકી બહેન જ છે -- પણ હાર્ડવેરમાં તો એ કંઇક સારું બનાવે છે!).
હા, તમે જો લિનક્સ ન વાપરી શકો તો, તમે માઇક્રોસોફ્ટનાં ગંદા-ગોબરાં સોફ્ટવેર્સની સામે નીચેનાં ફ્રી સોફ્ટવેર વાપરી શકો છો:
સોફ્ટવેર ----------> ફ્રી સોફ્ટવેર
ઇન્ટરનેટ એક્સપ્લોરર            મોઝિલા ફાયરફોક્સ - બ્રાઉઝર, પરિચય આપવાની જરૂર નથી. (ના, ઓપેરા કે સફારી ફ્રી સોફ્ટવેર્સ નથી!!)
આઉટલુક એક્સપ્રેસ              મોઝિલા થન્ડરબર્ડ - ઇમેલ ક્લાયન્ટ.
વિઝ્યુઅલ સ્ટુડિઓ              ઇક્લિપ્સ, નેટબીન્સ વગેરે
કોઇ કેલેન્ડર સોફ્ટવેર            મોઝિલા સનબર્ડ
વિન્ડોઝ મેસેન્જર                પીડગીન, એડિયમ વગેરે
વિન્ડોઝ મીડીઆ પ્લેયર          VLC બધા પ્લેયરનાં પપ્પા!
અને હા, વાંચો, રીચાર્ડ સ્ટોલમેનનો લેખ ગેટ્સની વિદાય પર.
* આપણે તો કાર્તિક મિસ્ત્રી જ છીએ, એટલે અનિમેષભાઇની જેમ પડદા પાછળનાં વિનયભાઇ ન હોવાથી કે કોઇ તકરારવાળા કાકાઓ કે શિકારીઓ ન હોવાથી કંઇ કોઇની માફી કે ખુલાસો આપવાની જરૂર નથી (પોસ્ટનાં ટોપિક પરથી ભોળવાવું નહી).
પણ, સુમૈયાએ જ્યારે આ સરસ સ્ટેટ્સ મેસેજ (સ્થિતિ સંદેશ?) તેનાં જીટોકમાં રાખ્યો ત્યારે મારાથી તે બ્લોગ વાંચકોને આપવાનું રહેવાયું નહી. તો વાંચો,
"Apologizing doesn't mean that you are wrong & the other is right,  It means that you value the relationship more than your ego…"
"માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે ખોટાં છો અને સામેવાળો સાચો છે, પણ તેનો અર્થ એ છે તમે સંબંધની કિંમત તમારા અહમ કરતાં વધુ સમજો છો..."
* કોઇને ખબર હોય તો બતાવો કે કઢી જ્યારે બનાવીએ ત્યારે જમવામાં છુટી દાળ સાથે કેમ હોય છે. ઘણાં સમય સુધી હું આ કોમ્બિનેશન હંમેશા કેમ હોય છે તે વાત પર હું મુંઝાયેલો હતો, આખરે શનિવારે મામાનાં ઘરે (બોપલ) ગયો ત્યારે તેમણે મને આ પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપ્યો.
છે કોઇની પાસે તે જવાબ?
સાંજે હું કોમેન્ટમાં જવાબ આપીશ, ત્યાં સુધી શોધો તમે ત્યારે...
* હરસુખભાઇએ મારી પોસ્ટ નવું મેકમાં કોમેન્ટ કરીકે વિન્ડોઝ અને મેક વચ્ચેનો તફાવત જણાવશો તો હાજર છે આ એક નાનકડી પોસ્ટ તેના માટે..
૧. એપલ કંપની એ મેકિન્ટોશ મશીન બનાવે છે સાથે સાથે Mac OS પણ તેની જ પ્રોડક્ટ છે - આ કારણે તેનાં હાર્ડવેર અને સોફ્ટવેર એક જ જગ્યાએથી આવવાથી ક્વોલિટી, ગુણવત્તામાં તે ચઢિયાતી હોય છે. પણ હવે તમે મેક મશીન પર વિન્ડોઝ પણ ચલાવી શકો છો. અરે, મેક, લિનક્સ અને વિન્ડોઝ પણ ચલાવી શકો છો.
૨. Mac OS નું બેકએન્ડ, બેઝ કહીએ તો UNIX છે. એટલે UNIXની બધી જ સારી ચીજો તેમાં છે, તમે લિનક્સનાં મોટાભાગનાં કમાન્ડ તેમાં વાપરી શકો છો.
જુઓ, નીચેનો સ્ક્રિનશોટ (તેનાં પર ક્લિક કરો)!
૩. હાર્ડવેરની ક્વોલિટી એકદમ સરસ હોય છે.
૪. એકદમ સ્લિક. ઉદાહરણ તરીકે જુઓ મેક મીની અને મેકબુક એર.
૫. આઇફોન, આઇપોડ વગેરે તેમાં સરળતાથી સિન્ક (sync, નહીં કે sink) થાય છે. :P
૬. ગ્રાફિક્સ આર્ટિસ્ટો માટે મેક એ ગોડ ગિફ્ટ છે - ઘણાં બધા ડિઝાઇનરો તેને પસંદગી આપે છે. અને તમારી ડિઝાઇન સેન્સ પણ તેનાંથી ચડિયાતી થાય છે.
૭. વાયરસનો બહુ ઓછો ડર (કારણ, લિનક્સની જેમ જ બેઝ એ યુનિક્સ છે).
૮. ટૂંકમાં, મેક આગળ વિન્ડોઝ ભિખારી જેવું લાગે છે.
ખરાબ તો બે વસ્તુ છે,
૧. એપલની દરેક પ્રોડક્ટની જેમ મેક એ મોંઘું છે. કંઇ તૂટ્યું કે ફૂટ્યું તો ગયા, જો સર્વિસ, ગેરંટીમાં ન હોય તો.
૨. મેક હાર્ડવેર એ એકદમ ક્લોઝ્ડ સોર્સ હાર્ડવેર છે એટલે કે લિનક્સ તેનાં પર ઇન્સ્ટોલ કરતાં, અને દરેક સુવિધા યોગ્ય રીતે કામ કરાવતાં દમ નીકળી જાય તેમ છે (અરે, પણ લિનક્સ હેકર્સ એમ કંઇ બેસે, અને એટલા માટે તો મેક લેવાનું એક બહાનું છે!).
* હવે વળી, આ નવું મેમે, http://kevan.org/johari?name=KartikMistry
મેમે એટલે શું તે વિશે વધુ જાણો.
* ઘણાં દિવસની પ્રાર્થનાઓ, મન્નતો અને ધમકીઓ પછી હિમાલય મોલમાં રહેલ ઇમેજીન સ્ટોરમાંથી મારું મેક (મેકબુક વ્હાઇટ, ૨ જીબી રેમ, ૨.૪ ગીગાહર્ટઝ ઇન્ટેલ ડ્યુઅલ કોર પ્રોસેસર, ૧૬૦ જીબી હાર્ડડિસ્ક વગેરે વગેરે) આજે બપોરે આવ્યું. પ્રથમ કામ કર્યું ફાયરફોક્સ અને ગુજરાતીલેક્સિકોન ડિક્શનરી નાખવાનું. પછી અપડેટ ચાલુ કરી દીધા. અને હા, તેનો વેબકેમ એકદમ સરસ છે :)
અને આ છે, ફોટોબુથ નામનાં સોફ્ટવેરથી લીધેલ મસ્ત ફોટો..
અને હા, મેકની સાથે તેનાં પર ડેબિયન તો ચાલવાનું જ છે..
* ગઇકાલે રાત્રે 8 વાગ્યા જેવો ઓફિસથી નીકળ્યો. સાંજે 6 પછી કંઇ ખાસ કામ ન થયું. મારા નવા લેપટોપની રાહ જોતો-જોતો બેઠો હતો, ન આવ્યું. એક મિત્ર મળવા આવવાનો હતો, ન આવ્યો. એટલે ગીકડેડ જેવાં બ્લોગ પરથી લેખો વાંચતો હતો..
અને જમવાનું તો આજ-કાલ બહાર જ હોય છે. કોમર્સ છ રસ્તાથી સામવેદ હોસ્પિટલ જઇએ ત્યાં કોર્નર પર એક ચાઇનિઝ ફુડ સ્ટોલ હતો. મારો ફોન ચાલુ હતો, તો થયું ત્યાં બેસી બધાને ફોન કરું અને થોડાં નૂડલ્સ ઝાપટું.
તો, ઓર્ડર કર્યો, શેઝવાન નૂડલ્સનો. પ્રથમ તો ખબર પડી કે દુકાનનો માલિક યુપીનો છે, એટલે તેમાં ઉત્તરપ્રદેશનાં ભોજનનો ટેસ્ટ આવશે તે નક્કી થઇ ગયું. કાંટા-ચમચી ધોયેલાં નહોતાં, તે બરાબર સાફ કરવાનું કહ્યું, ઓર્ડર આવ્યો 30 મિનિટ પછી (એકદમ અમદાવાદી સ્ટાઇલ) અને નૂડલ્સ, હજી પણ પેટમાં બળે છે.
એ બાજુ ફરકતાં નહી..
* હવે, તેમને શું કહેવું? શું સલાહ આપવી? ખરેખર કોમ્યુનિકેશન ગેપ (આ માટે કોઇ સારો ગુજરાતી શબ્દ?) એ મહા ભયંકર ભૂલ છે, તે પછી ગમે તે સંબંધોમાં હોય.
સોનેરી સૂત્ર : તમારા હ્દયની વાત જલ્દી કહો અને વારંવાર કહો. ચૂપ રહીને તમારા મગજની કઢી ના કરો.
* 16મીએ કવિનનો બર્થ ડે (હેપ્પી બર્થ ડે) હતો. 1 વર્ષ ક્યાં નીકળી ગયું તે ખબર ન પડી અને હવે તો તેની મસ્તીનું શું કહેવું. થોડાં ફોટાઓ મારા ફ્લીકર પર અપલોડ કર્યા છે.
અને હા, કવિનને ગીફ્ટ મોકલવી હોય તો, ઇમેલ કરજો, સરનામું મળી જશે ;)
* આજુ-બાજુ છોકરાઓ રમતાં હતાં, ત્યાંથી સાંભળેલ સરળ સવાલો,
1. તમારાં મોબાઇલનું શું ખરાબ થઇ જાય તો તમારે દાંતના ડોક્ટર પાસે જવું પડે?
2. બ્રેડ અને બટર વિમાનમાંથી પડે તો બટર બચી જાય છે, કેમ?
3. એક કાકા દિવાલને પર કાન સાફ કરવાનાં `બડ` થી સાફ કરતા હતા, કેમ?
આમ તો, બધા પી.જે. જ છે. પણ, જવાબો આવતા પોસ્ટમાં. પ્રયત્ન કરી કોમેન્ટ આપો!!
* એક ફોર્વડ ઇમેલમાં મળેલી જાહેરાત, જાતે જ જોઇ લો...
* હવે કાલે રાત્રે મુંબઇ ત્રણ દિવસ માટે! મજા આવશે, મસ્ત મજાનો વરસાદ છે અને આપણી પાસે તો છત્રી કે રેઇનકોટ પણ નથી! અને હા, અમદાવાદમાં પણ આજે એક નાનું એવું ઝાપટું પડી ગયું..
* રવિવાર એટલે મોડા જાગવાનું. ચા-નાસ્તો કરી 11.45 જેવો ઘરેથી નીકળી પહોંચ્યો, રેલ્વે સ્ટેશન. સારું છે કે સ્ટેશન પર ઘણાં બધાં ATM બની ગયા છે. થોડા ખૂટતાં રૂપિયા લીધા. રેલ્વે ટીકીટનાં ફોર્મ લીધા, અને ટોકન લઇને રાહ જોતો-જોતો 1.30 કલાક બેઠો-બેઠો આડા અવળાં વિચારો કરતો બેઠો હતો, નજર પડી ટોકન ડિસપ્લે કાઉન્ટર નીચેનાં ડિજીટલ સમાચાર સરકપટ્ટી પર. તેમાં લખ્યું હતું,
"ગુર્જર લોકોનાં આંદોલનોનાં કારણે ગુજરાતી પ્રવાસીઓ રખડી પડ્યાં. 10000 ખર્ચતા વિમાનની ટીકીટ મળતી નથી."
(જોડણીની ભૂલો હોય એ કંઇ કહેવાનું હોય?)
તો આવા સમાચાર આપીને કહેવાનો અર્થ શું? રેલ્વેમાં મુસાફરી કરો? રેલ્વે તો સદંતર બંઘ છે. અને આ ગુર્જર લોકો છે કોણ? સાલું, મને તો આ દેશનું રાજકારણ જરાય સમજાતું નથી.
તો, ટીકીટ લઇ સીધો ક્રોસવર્ડ ગયો. નીચેની વસ્તુઓ પર રૂપિયા કુરબાન,
પુસ્તકો:
1. બ્લેક લેબલ - અશોક દવે
2. કોસ્મોસ - હર્ષલ પબ્લિકેશન
3. The Last Lecture -Randy Pausch. જુઓ લેક્ચરનો યુટ્યુબ વિડીઓ.
4. સફારી (ગુજરાતી, અંગ્રેજી બન્ને)
સંગીત:
1. કોઇ આને વાલા હૈ - સ્ટ્રીંગ્સ
મુવીઝ:
1. યુવા
2. માઇકલ ક્લેટન
કવિન માટે રમકડાં શોધવામાં ખાસ્સો એવો સમય પસાર થયો.. પછી ધ લૂટમાં ઘૂસ્યો અને એક જીન્સ ઉપાડ્યું (અરર, મારી વાઇફ મને નક્કી બોલવાની છે, પણ એ તો ચાલે..)
અને, અમદાવાદમાં ઘર શોધવાની પ્રવૃત્તિનો હવે પ્રારંભ થાય છે. હું 1 BHK વાળું ઘર જેમાં મકાન-માલિક સાથે ન રહેતો હોય (એટલે કે નજીકમાં) અને પાણીની બબાલ ન હોય તેવું ઘર, ફ્લેટ, ઝૂંપડું.. વિજય ચાર રસ્તાથી મહત્તમ 20 મિનિટમાં ચાલીને જઇ શકાય તેવાં સ્થાન પર શોધી રહ્યો છું. 10-15 મિનિટનો તેમાં વધારો હોય તો વાંધો નહી, કારણ કે મારે તો મોટાભાગે સાઇકલ પર જ સવારી કરવાની છે.
* થોડાં સમય પહેલાં આપણે બે જમાનાનાં રાજકારણીઓ વચ્ચે ફરક જોયો. હવે, પેટ્રોલનાં વધીને આકાશે પહોંચ્યા પછી આ પ્રમાણેનાં ફરક તરત નજરે ચડે છે.
વિજય ચાર રસ્તાથી મણિનગર, રીક્ષામાં - 70 રૂપિયા.
મણિનગરથી વિજય ચાર રસ્તા (દર્પણ સ્ટેન્ડ), બસમાં - 8 રૂપિયા.
અમદાવાદનાં કોઇપણ છેડેથી ક્યાંય પણ, સાઇકલ પર - 0 રૂપિયા.
આજકાલમાં લઉં છું, આવી કોઇ મસ્ત સાઇકલ.
આજનો દિવસ,
* ઓ. હેન્નીની પુણ્યતિથી..
* વિશ્વ પર્યાવરણ દિવસ..
* અને હવે હું અમદાવાદમાં..
આજે શતાબ્દીમાં આવ્યો, અને આશા રાખી હતી કે બળબળતી અમદાવાદી ગરમીમાં મારું સ્વાગત થશે, પરંતુ સાબરમતી પર ઠંડો પવન વાતો હતો. વિજય ચાર રસ્તા પર આવીને મારી રીક્ષા ફસાઇ ગઇ કારણકે 2 વાગે ટ્રાફિકમાં સિગ્નલ બંધ હતા અને આપણાં મહેરબાન ટ્રાફિક પોલીસો કદાચ જમવા માટે ઉપડી ગયા હતા કે પછી આજનાં દિવસની પૂરતી કમાઇ ઘરે મૂકવા ગયા હતા.
અલ્યા અમદાવાદીઓ, સિગ્નલ ખૂલ્લું ભાળીને દોડમ-દોડ ના કરો. અડફેટે આવશો તો વહેલો વીમો પકાવશો (મારો અને તમારો).
* આ પોસ્ટ સાથે ૨૫૦ પોસ્ટ પૂરા થયા!
* કવિન હવે જીદ કરવાનું શીખી રહ્યો છે. ટ્રેન, ફેન, બંધ જેવા શબ્દો બોલવાનો પ્રયત્ન કરે છે. અને ઘરનાં બધા સભ્યોને (મને પણ!) નામ લઇને બોલાવીએ તો સામે સરસ રીતે નજર કરે છે. કોઇએ તેને હટ્ટા કરવાનું પણ શીખવાડ્યું છે (જરૂરી છે આજ-કાલ.. ;))
* તમને થતું હશે કે આ કાર્તિક ક્યાં ખોવાઇ ગયો છે. અત્યારે હું રજાઓની મજા માણું છું. કવિનને રમાડું છું, કેરીનો ખૂબ રસ પીવું છું અને બેંગ્લોરનાં બીઅરને યાદ કરું છું. દરરોજ સાંજ નીકળી પડવાનું ફરવા માટે. જંકફૂડ અને જરુર વગરની ખરીદીમાં મજા છે...
ગઇકાલે મમ્મીએ કહ્યું કે થોડી ઘર માટે વસ્તુ લાવવાની છે, અને મારી પાસે ઓફિસ તરફથી મળેલ સોડેક્સોની મીલ કૂપનો હતી. તો મેં કહ્યું કે અમે (હું અને મારી વાઇફ - કવિનને લઇ ક્યાંય ખરીદી કરવાનું સાહસ ન કરાય!) જઇશું - બીગ બજારમાં, કારણકે ત્યાં કદાચ સસ્તું પડશે. ત્યાં ગયા રીક્ષામાં, ભૂખ લાગી હતી એટલે સમોસા ઝાપટ્યાં. પછી ખરીદી કરી. ત્યાં જોયું કે સરસ રમકડાં છે, એટલે એક કવિન માટે લીધું. મને યાદ આવ્યું માથાનાં વાળ ધોળાં થતાં જાય છે એટલે હેર કલર લીધો (મારી ઇચ્છા લીલો રંગ લેવાની હતી, પણ લોકો મને ઓળખશે નહી એ ડરે બરગન્ડી લીધો). પછી યાદ આવ્યું કે પાવડર ખલાસ થઇ ગયો છે એટલે તે લીધો. આપણને પાછાં બિસ્કીટ, ચીઝ વગેરે બહુ ભાવે એટલે તે ઉપાડ્યું. વાઇફે કહ્યું કે તેની બહેનની દીકરી માટે કંઇક લેવાનું છે - એટલે બે-ત્રણ નાનાં ઝભલાં લીધાં. અને આમ કરતાં, કરતાં છ મોટી થેલીઓ થઇ. કૂપન હતી તેનાં કરતાં ચાર ગણું બીલ થયું. બહાર નીકળ્યાં તો રીક્ષા જલ્દી મળી નહી, એટલે હાઇવેથી ફરીને મલાડ વેસ્ટમાં રીક્ષા લેવી પડી. ૪૧ રુપિયા વધુ.
પણ, મજા આવી ગઇ ;)
* બિલ ગેટ્સને માથે કેક પડી હતી, તો બાલ્મેરને ઇંડા.
<object width='425' height='350'><param name='movie' value='http://www.youtube.com/v/mtBQ4UCXQeo'></param><param name='wmode' value='transparent'></param><embed src='http://www.youtube.com/v/mtBQ4UCXQeo&rel=0' type='application/x-shockwave-flash' wmode='transparent' width='425' height='350'></embed></object>
* મારી સિસ્ટમમાં લોચા હોવાથી આ પોસ્ટ અંગ્રેજીમાં લખી હતી, એટલે હવે પછી તેને સુધારી રહ્યો છું. અને હા, મુખ્ય હેતુ છે:  બેંગ્લુરુ શહેરને બાય, બાય, ટાટા, અલવિદા કહેવાનો! હવે, થોડા દિવસ મુંબઇમાં આરામ!
* હવે, પછી વધુ માહિતી સાથે!
* આજકાલ મને ફેસબુકનો ચેપ લાગેલ છે. ઓરકુટ હમણાં જરા સાઇડ પર છે :P ફેસબુક ઇન્ટરફેસની દૃષ્ટિએ વધારે  સારૂં લાગે છે અને ઝડપી પણ છે.
* હાજી કાસમ ની વીજળી ડૂબી હતી તેમ બેંગ્લોરમાં અમારા ઘરે બે દિવસથી વીજળીનાં ઠેકાણાં નહોતાં. કહેવાય છે આઇ.ટી. કેપિટલ ઓફ ઇન્ડિયા અથવા સિલિકોન વેલી કે જેલી જે હોય તે. પણ, યાર, બે દિવસથી વીજળીના ધાંધિયા હોય તે ના ચાલે..
ઇન્ટરનેટ વગર ભયંકર કંટાળો આવ્યો એટલે પછી વીકએન્ડ બીઅર કામમાં આવ્યો ;)
* હા, તો ગઇકાલે ઘરે બફાવાની જગ્યાએ અમે (એટલે કે હું અને કુશાલ) ધ ક્રોનિકલ ઓફ નાર્નિયા: પ્રિન્સ કાસ્પિયન મુવી જોયું. સરસ છે. ખાસ કરીને નાનકડી લ્યુસી નો અભિનય એકદમ સરસ છે અને સંવાદો એકદમ સરસ રમૂજી છે. પ્રથમ મુવી પણ ધ ક્રોનિકલ ઓફ નાર્નિયા: ધ લાયન, ઘ વીચ એન્ડ ધ વોર્ડરોબ પણ જોવા જેવું છે.
* ઓહ, ભૂલી ગયો અને છેક સાંજે યાદ આવ્યું કે આજે મધર્સ ડે એટલે કે મા દિવસ છે. ભારતમાં તો આવો કોઇ તહેવાર નથી, વેલેન્ટાઇન ડેની જેમ આ પણ આયાતી દિવસ છે -- પણ તેમાં ખોટું શું છે? મમ્મીને ફોન કર્યો અને વાતો કરી. મજા આવી :) દિવ્યભાસ્કરમાં મધર્સ ડે પર સરસ લેખો આવેલ છે.
અને આ બાજુ, કવિને તેની મમ્મીને બચકું ભરી મધર્સ ડેની ઉજવણી કરી!
* NIN (નાઇન ઇંચ નેલ્સ) બેન્ડે તેમનું છેલ્લું આલ્બમ ધ સ્લિપ ક્રિએટીવ કોમન્સ લાયસન્સ હેઠળ બહાર પાડ્યું છે. એટલે કે, તમે ઓફિશિઅલી તેને ડાઉનલોડ કરી શકો છો. રોક સંગીતનાં શોખીનો, જલ્સા કરો.
* તો શુક્રવારે ભંગાર મુવી સ્પિડરેસર જોયા પછી, મગજ આખી રાત બહેર મારી ગયું હતું. ૩ વાગ્યા સુધી ઇન્ટરનેટ અને લિનક્સ પર મંત્ર-તંત્ર અને જાપ કર્યા પછી શનિવારે સવારે મોડા ઉઠ્યો. બપોરે બંગાળી ભોજન લીધું (ફક્ત દાળ-ભાત, નો માછલી!) અને મસ્ત મજાની ઉંઘ માણી. સાજે ડેબિયનનો એક પ્રોબ્લેમ સોલ્વ કરીને સાંજે ઉલ્સુર તળાવ પર ફરવા ગયા. જુઓ નીચેનો ફોટો :) ધણા દિવસ પછી આઇસક્રિમનો ટેસ્ટ કર્યો અને ડિનરમાં એ જ ઢોંસા ઝાપટ્યા. રાત્રે રેડબુલની અસર એવી ભારે થઇ કે માંડ માંડ ૩ વાગ્યે ઉંઘ આવી!
* આજે કંઇ ખાસ પ્લાન નથી. સાંજે કોઇ જગ્યાએ ગરમ-ગરમ પરોઠા ખાવાની ઇચ્છા છે (લલિતાસ પરોઠા નામની બહુ લોકપ્રિય જગ્યા છે). અને એકાદ બુકશોપમાં જવું છે.
અને હા, ગઇકાલે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી હતી એટલે ડ્રાય-ડે હતો :(
* આ શબ્દ બહુ વિચિત્ર છે અને આજકાલ બરોબરનો મારી પાછળ પડી ગયો છે. માણસ ઇન્ટરનેટ પર, વાંચીને, ગપ્પાં મારીને, સોફ્ટવેરનાં બગ્સ ફિક્સ કરીને પણ કેટલો સમય પસાર કરી શકે? લાગે છે આજે ફરી ક્રોસવર્ડની મુલાકાત લેવી પડશે..